News of Monday, 14th October 2024
ખંભાળીયાના ફોટ ગામે અનાજના જથ્થાના પ્રકરણમાં ૧૦ ગામની સસ્તા અનાજની દુકાનોમાં ચેકીંગ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૪ :.. ખંભાળીયા મામલતદાર શ્રી વિક્રમ વરૂ દ્વારા તાજેતરમાં બાતમીના આધારે ખંભાળીયા તાલુકાના ફોટ ગામે ચેકીંગ કરતા ઘઉં તથા ચોખાનો જથ્થો સાડા ચારેક હજાર કિલો આઠેક લાખનો મળી આવ્યો હતો.
જે બે જીપ ભરાય તેટલો મામલતદારે કબ્જે કરીને ખંભાળીયા પુરવઠા ગોડાઉનમાં રાખ્યો હતો.
આ જથ્થો તેમની પાસે કર્યાની આવ્યો તેની તપાસ અને પુછપરછ કરતા મોટર સાયકલમાં પીપડા બેરલમાં જઇને કેટલાક પરપ્રાંતિય જેવા લોકો ગામડાઓમાં ઘેર ઘેર ફરીને વ્યાજબી ભાવની દુકાનેથી ગ્રામ્યજનોએ મેળવેલો જથ્થો જે તેમને ફ્રીમાં સરકાર આપે છે તે બજાર ભાવ જેટલા ઉંચા પૈસા આપીને ખરીદયાનું બહાર આવેલ તથા નજીકના આઠેક ગામડાઓની વ્યાજબી ભાવની દુકાનોમાં પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
