News of Monday, 14th October 2024
જામનગરના જોગવડ ખાતે ૩ હજારથી વધુ ક્ષત્રિયોએ શાષાોક્ત વિધિ મુજબ શષા પૂજન કર્યુ
આ વર્ષે ક્ષત્રિય બહેનોએ પણ બહોળી સંખ્યામાં શષા પૂજનમાં જોડાઈ એક નવીન કેડી કંડાર્રીં

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૪: જામનગરના જોગવડમાં ક્ષત્રિય રાજપૂત સમાજ જામનગર દ્વારા શષા પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ત્રણ હજારથી વધુ ક્ષત્રિય યુવાનોએ ઉપસ્થિત રહી શાષાોક્ત વિધિ મુજબ શષા પૂજન કર્યું હતું. દર વર્ષે જોગવડ ખાતે માં આશાપુરાના સાનિધ્યમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શષા પૂજનનું દબદબાભેર આયોજન કરવામાં આવે છે.જેમાં દશેરાના પાવન પર્વે ૩ હજારથી વધુ ભાઈઓએ ઉપસ્થિત રહી ક્ષત્રિય પરંપરાનું વહન કર્યું હતું. આ વર્ષે આ પરંપરાને આગળ વધારતાં બહેનો પણ શષા પૂજનમાં જોડાયા હતા અને એક નવી કેડી કંડારી હતી.કાર્યક્રમમાં આ વર્ષે ક્ષત્રિયોએ માત્ર પરંપરાગત શષાોનું જ નહીં પરંતુ આજના આધુનિક શષાો એવાં લેપટોપ, ભારતીય સંવિધાન, બોલપેન તેમજ આધુનિક ઉપકરણોનું પણ પૂજન કર્યું હતું.જોગવડમાં આશાપુરા માતાજીના મંદિરે શષા પૂજનના કાર્યક્રમ સાથે સમાજના આગેવાનો વગેરેએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. ં આયોજન દોલુભા એમ.જાડેજા, પ્રદેશ ઉપ પ્રમુખ રાજપૂત કરણી સેના ગુજરાત તથા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
