News of Monday, 14th October 2024
મોરબીના શનાળા પાસે નીલગાયનો શિકાર કરનાર ત્રણ ઈસમો કાજરડા નજીકથી ઝડપાયા
જલાઉદિન હારૂન કાજેડીયા, તૈયુંબ જલાઉદિન કાજેડીયા અને સિકંદર સલીમ માણેક ( ત્રણેય કાજરડા વાળા)એ મોરબીના શનાળા ગામની સીમમાં નીલ ગાયનો શિકાર કર્યાની કબુલાત આપી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી તા ૧૪ : શનાળા ગામ પાસે નીલગાયનો શિકાર કરી ગાડીમાં માંસ લઇ જનાર ત્રણ ઇસમોને માળિયા ફોરેસ્ટ ટીમે કાજરડા નજીકથી ઝડપી લઈને ગુનો નોંધી તપાસ ચલાવી છે.
માળિયા ફોરેસ્ટ વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાજરડા નજીકથી કારમાં તલાશી લેતા ક્વોલીસ ગાડીમાંથી પશુ માંસ મળી આવ્યું હતું જેથી કારમાં સવાર આરોપીઓ જલાઉદિન હારૂન કાજેડીયા, તૈયુંબ જલાઉદિન કાજેડીયા અને સિકંદર સલીમ માણેક રહે ત્રણેય કાજરડા વાળાને ઝડપી લીધા હતા અને સઘન પૂછપરછ કરતા ત્રણેય ઇસમોએ તા. ૧૧ ના રાત્રીના સમયે મોરબીના શનાળા ગામની સીમમાં નીલ ગાયનો શિકાર કર્યાની કબુલાત આપી હતી જેથી ફોરેસ્ટ ટીમે ત્રણેયને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો હતો ત્રણેય આરોપીઓએ જામગરી બંદુક વડે નીલગાયનો શિકાર કર્યાની કબુલાત આપી હતી જેથી બનાવ મામલે પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે અને પોલીસે આર્મ્સ એક્ટનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
જે કામગીરીમાં માળિયા આરએફઓ એસ.બી. ભરવાડ, માળિયા વનરક્ષક જે એ પીપરીયા અને મોટા દહીંસરા વનરક્ષક એ જે મિયાત્રા સહિતની ટીમ જોડાયેલ હતી.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
