<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ખંભાળિયામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: ઘી નદીમાં ઘોડાપૂર: ડાયવર્ઝન પાણીમાં ગરકાવ:વાહન વ્યવહાર ઠપ

જેતપુરના . સામા કાંઠા વિસ્તાર, દેસાઈ વાડી, જૂનાગઢ રોડ, તીન બત્તી ચોક, સ્ટેન્ડ ચોક, ધોરાજી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ

દ્વારકાના ખંભાળિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ધોધમાર વરસાદથી ખંભાળીયાની ઘી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં ઘોડાપૂરને પગલે ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ઠપ થયો છે.

બીજી તરફ રાજકોટના જેતપુર પંથકમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સામા કાંઠા વિસ્તાર, દેસાઈ વાડી, જૂનાગઢ રોડ, તીન બત્તી ચોક, સ્ટેન્ડ ચોક, ધોરાજી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. પાછોતરા વરસાદે જેતપુરના ખેડૂતોની ચિંતા વધારી છે. કપાસ, મગફળી, સોયાબીનના પાકને નુકસાનની ભીતિ છે.

(5:57 PM IST)