તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
ખંભાળીયામાં સતત બીજા દિવસે મેઘરાજાનું તોફાની બેટીંગ :બપોર બાદ ધોધમાર બે ઇંચ વરસાદ ખાબક્યો
ભારે વરસાદથી નગર ગેટ ,જોધપુર ગેટ ,સોની બજાર, રામનાથ સોસાયટી સાઇટી સહિત ના વિસ્તારોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા : ઘી નદીમાં ઘોડાપુર :કેનેડી બ્રિજનું ડાઇવર્ઝન પાણીમાં ગરકાવ:મગફળી કપાસ સહિતના પાક પાણીમાં પલાળી ગયો:વર્તું 2 ડેમના દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા :14 જેટલા ગામોને સાવચેતી રાખવા સૂચના

ખંભાળિયામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની તોફાની ઇનિંગ જામી હતી , બપોર બાદ ખંભાળીયામાં ધોધમાર વરસાદથી રામનાથ સોસાયટીનો મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા..
રામનાથ સોસાયટીમાં આવેલા મુખ્ય માર્ગ પર પાણી પાણી થયા હતા ..
ખંભાળિયા શહેરમાં ધોધમાર વધુ બે ઇંચ વરસાદથી નગર ગેટ ,જોધપુર ગેટ ,સોની બજાર, રામનાથ સોસાયટી સાઇટી સહિત ના વિસ્તારોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા ..
બીજીતરફ શહેરની ઘી નદી ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો ખંભાળિયાના કેનેડી બ્રિજ નું ડાઇવર્ઝન પાણીમાં ગરકાવ થયો હતો ..
ખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતામાં પડયા છે ..
મગફળી કપાસ સહિતના પાક પાણીમાં પલાળી ગયો છે ..
ભાણવડ નજીક આવેલ વર્તું 2 ડેમના દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા ત્યારે 14 જેટલા ગામોને નીચાણ વારા વિસ્તારનાં લોકો સાવચેતી રાખવા સૂચના આપી છે
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
