News of Monday, 14th October 2024
ધોરાજી માં આવતી કાલે 15 ઓકટોબર એ ગોષે પાકની યાદમાં વિશાળ જુલૂસ નીકળશે
મુસ્લિમ આગેવાન હાજી ઇબ્રાહીમ ભાઈ કુરેશી સહિતના આગેવાનો રહેશે ઉપસ્થિત

ધોરાજી:-ધોરાજી ખાતે હજરત ગોસ્ એ આઝમ દસતગીરની બારગાહમાં ખીરાજ એ અકીડત પેશ કરવાના મુખ્ય હેતુ થી ધોરાજી ખાતે રઝવી કમિટી દ્વારા 11 રાત્રી સુધી જશને ગોશ એ પાક ખુબજ શાન સોકતની સાથે યોજવામાં આવ્યો હતો જેમાં કમિટી ના પ્રમુખ સૈયદ હાજી ઇકબાલ બાપુ કાદરી પોષક વારાના અધ્યક્ષ સ્થાને બહાર પૂરા ખ્વાજા સાહેબ ના દરગાહ ગ્રાઉન્ડ માં તકરીર નો કાર્યકર્મ યોજાયો હતો જેમાં મોલાના મુફ્તી મુનવર રઝા સાહેબ એ 11 રાત્રી સુધી બયાન કરેલ હતું
આજે સાંજે મુસ્લિમ બિરાદરો એ કબ્રસ્તાન જઇ અને એમના વડવાઓ ને અંજલિ અર્પણ કરી હતી અને ઠેર ઠેર ઠંડા ગરમ પીણા પીવડાવવામાં આવ્યા હતા
આવતીકાલે તા 15 ઓકટોબર એ બપોરે 3 કલાકે હજરત ખ્વાજા સાહેબ ના દરગાહ ગ્રાઉન્ડ ખાતે થી રઝવી કમિટી ના પ્રમુખ સૈયદ હાજી ઇકબાલ બાપુ કાદરી પોષક વારા ની આગેવાની માં એક શહેરી જુલૂસ નું આયોજન. કરવામાં આવ્યું હતું
આ જુલૂસ માં નાતખા લોકો એ પોતાના સુરીલા કંઠે નાત શરીફ સંભળાવશે અને જુલૂસ ના રૂટ પર ઠંડા ગરમ પીણા પીવડાવવામાં આવશે
આ જુલૂસ.માં પીર એ તરિકત સૈયદ હાજી કયુમ બાવા શિરા જી સૈયદ શકીલ બાપુ શિરા જી અને સૌરાષ્ટ્ર મુસ્લિમ સમાજ ના આગેવાન હાજી ઇબ્રાહીમ ભાઈ કુરેશી અનવર શાહ બાપુ રફાઇ અનવર ભાઈ ઇંગારિયા અકીલ ભાઈ પટેલ સહિત ના ઉપસ્થિત રહેશે
એને સાંજે 6.30 કલાકે બહાર પૂરા મજૂર લંગર કમિટી દ્વારા ભવ્ય નીયાઝ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં ધોરાજી સહિત આસપાસ ના લોકો નિયાઝ નો લાભ લેશે
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
