<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ધોરાજીમાં બજરંગ ગ્રૂપ દ્વારા ભૂલકાં ગરબીમાં એકી સાથે ૧૧૦૦ ભૂલકાઓ નવ દિવસ અર્વાચીન રાસ રમ્યા બાદ લાણી વિતરણ

એકી સાથે ૧૧૦૦ ભૂલકાઓને નાત જાતના ભેદભાવ વગર વિનામૂલ્ય 10 દિવસ એ નવરાત્રી ઉત્સવનો લાભ : દરેક ધર્મ જાતિનાં ભૂલકાઓને નિશુલ્ક પ્રવેશ અપાઈ છે...

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી :ધોરાજીમાં બજરંગ ગ્રૂપ દ્વારા ભૂલકાં ગરબીમાં  એકી સાથે ૧૧૦૦ ભૂલકા ઓ નવ દિવસ અર્વાચીન રાસ રમ્યા બાદ બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા 1100 ભુલકાઓને લાણી વિતરણ કરવામાં આવી હતી
સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાંઓ માટે ભૂલકાં ગરબી ની શરૂઆત કરનાર બજરંગ ગ્રૂપ ધોરાજી દ્રારા  આ વર્ષે પણ ભૂલકાં ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું
 છેલ્લાં ૨૨ વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિનાં ભૂલકાઓને નિશુલ્ક પ્રવેશ અપાઈ છે. અને ભેટ સોગાત અને લહાણી પણ આપવામા આવે છે.
ધોરાજી ખરાવાડ પ્લોટ ખાતે બજરંગ ગ્રુપના પ્રમુખ સી. સી. અંટાળા એ જણાવેલ કે ૨૨ વર્ષ પહેલાં માત્ર ભૂલકાંઓ માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરુ કરવામા આવી હતી. પ્રતિવર્ષ ૧૧૦૦ દીકરા, દીકરીઓ કોઇપણ જાતના ધર્મ જાતિનાં ભેદભાવ વિના એકી સાથે ગરબા રમે છે. મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લહાણી આપવામા આવે છે. ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરીને ૧૧૦૦ ભૂલકાઓને એકી સાથે રમતા નિહાળવા લ્હાવો હોઈ છે.
પ્રવેશ માટેના પાસ નિશુલ્ક આપવામા આવે છે. કોઇ પ્રકારની ફી લેવામા આવતી નથી.
નવરાત્રિના નવ દિવસ બાદ રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તેમજ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી બિલ્ડર મનોજભાઈ રાઠોડ દિનેશભાઈ ટોપીયા નયનભાઈ કુહાડીયા ભરતભાઈ બગડા સહિત રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
નવરાત્રિના નવ દિવસ 1100 નાના ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને નવરાત્રી મહોત્સવ ઉજવ્યા બાદ તમામ ભુલકાઓને લાણી વિતરણ કરવામાં આવી હતી
નવરાત્રીની વ્યવ્સ્થા માટે હરિલાલ. પપ્પુભાઈ , પ્રિન્સ હીરપરા સુરેશ વૈષ્ણવ, કિશોર કપૂપરા, દિનેશભાઇ ટોપીયા, જનકભાઈ, ચિરાગ પાનસુરિયા સહિત કાર્યકરો જેહમત ઉઠાવી રહ્યાં છે

(8:23 PM IST)