તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
ધોરાજી અર્જુન એકડેમીમાં વિદ્યાર્થીઓએ કર્યુ શસ્ત્રો તરીકે શૈક્ષણિક સાધનો અને શાસ્ત્રો તરીકે ધર્મગ્રંથોનું પૂજન.
દશેરા પર્વ નિમિત્તે પહેલીવાર અર્જુન એકેડમીમાં પેન્સિલ, લેપટોપ, પેન,કોમ્પ્યુટર અને સંગીતના સાધનોનું શસ્ત્રો તરીકે પૂજન કરાયું.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી અર્જુન એકડેમીમાં વિદ્યાર્થીઓએ કર્યુ શસ્ત્રો તરીકે શૈક્ષણિક સાધનો અને શાસ્ત્રો તરીકે ધર્મગ્રંથોનું પૂજન. કરાયું હતું
ધોરાજીના સ્ટેશન રોડ બંબા ગેટ ની પાછળ આવેલ અર્જુન એકેડેમી શૈક્ષણિક સંસ્થામાં શસ્ત્ર પૂજન અનોખી રીતે કરવામાં આવેલું હતું આ સમય સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ ચાવડાએ જણાવેલ કે અમારી સંસ્થા શૈક્ષણિક સંસ્થા છે એટલે વિદ્યાર્થીઓને જ્ઞાન પુસ્તક અને તેમના એજ્યુકેશન સાધનો દ્વારા મળતું હોય છે ત્યારે વિજયાદશમી પર્વ શસ્ત્ર પૂજન થી થતું હોય પરંતુ અમોએ શાસ્ત્ર પૂજન થી ઉત્સવ ઉજવ્યો હતો
શાસ્ત્રો તરીકે ભગવદ ગીતા, રામાયણ, ચાર વેદ, સત્યાર્થ પ્રકાશ સહિતના પવિત્ર ગ્રંથો
નું પૂજન કર્યુ. દશેરા એ હિન્દુ સમુદાય દ્વારા ઉજવવામાં આવતો સૌથી મોટો તહેવાર પૈકીનો
એક છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે
શસ્ત્રોની પૂજા વિદ્વાન બ્રાહ્મણ પરેશભાઈ જોશી દ્વારા કરવામાં આવેલી હતી
પ્રાચીન કાળથી રાજાઓ અને સમ્રાટો દ્વારા કરવામાં આવતી
શસ્ત્ર પૂજા આજ સુધી ચાલે છે, પરંતુ ધોરાજીની અર્જુન એકેડેમીમાં દશેરા પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
દશેરા પર્વ નિમિતે ધોરાજીની અર્જુન એકેડેમીમાં વિદ્યાર્થીઓએ શસ્ત્રો તરીકે શૈક્ષણિક
સાધનો અને શાસ્ત્રો તરીકે ધર્મગ્રંથોનું પૂજન કર્યુ.
દશેરા પર્વે પર શસ્ત્ર પૂજનની પરંપરા છે, પરંતુ અર્જુન એકેડમીના વિદ્યાર્થીઓએ દશેરા
પર્વની અનોખા શાસ્ત્રો અને શાસ્ત્રોનું પૂજન કરીને વિશિષ્ટ રીતે ઉજવણી કરી. શસ્ત્રો
સુરક્ષાનું પ્રતીક છે, પરંતુ આજે હિંસાનું માઘ્યમ બની ગયા છે. તેથી હિંસા આતંક, અત્યાચાર
જેવા આસુરી તત્વોને નાથવા હશે તો સર્વધર્મ સમભાવ, ભાઈચારો અને એકતાની ભાવનાને
મજબૂત કરવી પડશે.
આ બાબતને ઘ્યાનમાં રાખી શાળામાં ભગવદ્ ગીતા, રામાયણ, ચારવેદ, શિવપુરાણ,
મહાપુરાણ સહિતના પવિત્ર ગ્રંથો નું પૂજન પણ કરવામાં આવ્યું. શાસ્ત્રોકત | પૂજન વિધિમાં
બાળકોની સાથે તમામ શિક્ષકો, વાલીઓ પણ જોડાયા હતા. શાળાના મેનેજીંગ ટ્રસ્ટી
દિનેશભાઈ ચાવડાએ આ તકે જણાવ્યું હતું કે દશેરા નિમિતે ક્ષત્રિય સમાજ સહિત જુદા જુદા
સમાજના લોકો શાસ્ત્રોનું પૂજન કરતા હોય છે પરંતુ પહેલીવાર અર્જુન એકેડેમીના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉપયોગમાં લેવાતાં સાધનોનું શસ્ત્ર તરીકે પૂજન કર્યુ હતું. આ પૂજનવિધિ સ્કૂલના જ સિનિયર શિક્ષક શાસ્ત્રી પરેશભાઈ જોષીએ કરાવી હતી.
આ નવતર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી કમલભાઈ ચાવડા શાળાના પ્રિન્સિપાલ
સુધીરભાઈ બદિયાની, ઉષાબેન દાવડા અને સમગ્ર સ્ટાફે સારી મહેનત લીધી હતી.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
