<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ધોરાજી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા આયોજીત શ્રી યમુના મહારાણી મહોત્સવ (નવવિલાસ-રાસ)મા પૃષ્ટિ સંપ્રદાયના ભાઈ બહેનો સાંસ્કૃતિક રાસમાં જુમી ઉઠીયા

સમગ્ર દેશમાં ધોરાજી vyo મહિલા ગ્રુપ નંબર વન સત્સંગમાં આવ્યો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:ધોરાજી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા  આયોજીત શ્રી યમુના મહારાણી મહોત્સવ (નવવિલાસ-રાસ) મા પૃષ્ટિ સંપ્રદાયના ભાઈ બહેનો સાંસ્કૃતિક રાસમાં જુમી ઉઠીયા હતા
ધોરાજી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા  આયોજીત શ્રી યમુના મહારાણી મહોત્સવ (નવવિલાસ-રાસ) મા પૃષ્ટિ સંપ્રદાયના ભાઈ બહેનો સાંસ્કૃતિક રાસ વડોદરા વલ્લભકુલ ભુષણ પૂ. પા. ગૌ. ૧૦૮શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી નાઆશિર્વાદથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા આયોજીત શ્રી યમુના મહારાણી મહોત્સવ (નવવિલાસ-રાસ) નું આયોજન કરેલ જેમાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ તેમજ ધોરાજી vyo ગ્રુપના નિતિનભાઈ જાગાણી પ્રભારી. પરસોતમભાઈ ગુંદણીયા પ્રમુખ પ્રમોદભાઈ રાખોલીયા ઉપપ્રમુખ.નયનાબેનએ. હિનસુ મહિલા પ્રમુખ તેમજ
બાબુલાલ જાગાણી ઉપપ્રમુખ એડવોકેટ .વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

ધોરાજી વલ્લભકુલ ભુષણ પૂ. પા. ગૌ. ૧૦૮શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી એ ધોરાજીમાં પાંચ દિવસ એ કાર્યક્રમમાં આશિર્વાદ પાઠવ્યા હતાવલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા આયોજીત શ્રી યમુના મહારાણી મહોત્સવ (નવવિલાસ-રાસ) નું આયોજન કરેલઆ પ્રસંગે આયોજક વીવાયો ગ્રુપમાંથી બાબુભાઈ જાગાણી એડવોકેટ દ્વારા સંસ્થા ના કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવેલ કે સમગ્ર ભારતમાં વેવાઈઓ મહિલા ગ્રુપ ધોરાજી નો નંબર વન ગ્રુપ તરીકે એવોર્ડ મળ્યો છે કારણ કે સૌથી વધારે સેવા કાર્ય અને સત્સંગ કેન્દ્રો ધોરાજીમાં થઈ રહ્યા છે તે બદલ પૂજ્ય ગુરુદેવ એ પણ ધોરાજીની સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા આ તકે ધોરાજીના જાણીતા હિન્દુવાદી છાપ ધરાવતા કિશોરભાઈ રાઠોડ દ્વારા સંસ્થાનો પરિચય અને સેવા કાર્યોની માહિતી આપવાનો જણાવતા
અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ એ માહિતી આપતા જણાવેલ કે ધોરાજી vyo ગ્રુપ એટલે ધર્મના કાર્યોની સાથે સેવા નું કાર્ય કરતી એકમાત્ર પુષ્ટિ સંપ્રદાયની સેવાકીય સંસ્થા જોવા મળી રહી છે આ સંસ્થા દ્વારા કોરોના ના કાળમાં ગરીબ પરિવારોને વિનામૂલ્યે રાશનકીટ સંપૂર્ણ એક મહિનો ચાલે તેટલી અને એ પણ કોઈપણ દાતા અથવા તો દાન લેનારની માહિતી ખૂલી ન પડે અને દાન વ્યવસ્થિત અને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને મળે અને એમનો જાહેરમાં નામ પણ ન આવે એ પ્રકારની સેવા કરી હોય તો ધોરાજીની એકમાત્ર સંસ્થા છે vyo ગ્રુપ તેમજ પ્રજ્ઞાચક્ષુઓને સ્ટીક અંદાજે 100 જેટલી સ્ટીક ધોરાજી શહેર અને તાલુકામાં વિતરણ કરવામાં આવેલ અને સમગ્ર કોરોના સમયમાં ગુજરાત ભરમાં પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજરાજ કુવરજી મહોદય દ્વારા એમના સંસ્થાના માધ્યમથી અનેક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ પણ ફીટ કરવામાં આવેલો હતો તેમજ ધોરાજી ની અંદર જે પ્રકારે ધર્મની સાથે સેવા કાર્ય ચાલે છે તે નંબર વન સેવા કાર્યક્રમોમાં આવી રહ્યું છે તે બદલ ધોરાજી vyo ગ્રુપને તમામ ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા
 દરરોજ રાત્રે ૯.૦૦ કલાકે. પાંચ દિવસ સુધી શ્રી લેઉઆ પટેલ સમાજ, વિભાગ-૨ જમનાવડરોડ, ધોરાજી ખાતે ધોરાજીના વૈષ્ણવ જનનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો
કાર્યક્રમને અંતે આભાર વિધિ બાબુભાઈ જાગાણી દ્વારા કરવામાં આવી હતી

(8:26 PM IST)