<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th October 2024

લાલપુરના ગજણા ગામમાં વીજળી પડતા બે લોકોના કરૂણમોત

વીજળી પડતા ખેતમજૂરી કરતા પરબતભાઇ સોલંકી અને તેના સાળાના દીકરા એવી વાઘેલા નામના બાળકનું મોત

જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં સોમવારે સાંજ બાદ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આકાશમાં ભારે ગાજવીજ થઈ હતી અને લાલપુર તાલુકાના ગજણા ગામના ખેડૂત આદમભાઈ જુમાભાઈની વાડીમાં ખેત મજૂરી કામ કરી રહેલા પરબતભાઈ દાનાભાઈ સોલંકી નામના 45 વર્ષના યુવાન તેમજ તેમના સાળાના દીકરા રવિ પુનાભાઈ વાઘેલા નામના સાત વર્ષના બાળક કે જે બંનેના વરસાદી વીજળી પડવાના કારણે મૃત્યુ નીપજ્યા હતા.

(1:02 AM IST)