<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

ભારે વરસાદને કારણે પાકને નુકસાન સામે સહાય આપવા કનકસિંહ જાડેજાની માંગ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૬ : છેલ્લા એક અઠવાડીયાથી વરસી રહેલા વરસાદને કારણે મગફળી,કપાસ, તલ, મરચી, ડુંગળી સોયાબીન સહિતને ભારે નુકસાન પહોચ્‍યું હોય ખેડુતોને પાકની આવક મેળવવામાં અતિશય ધક્કો લાગ્‍યો હોય રાજ્‍ય સરકાર દ્વારા તુરંત સહાય આપવા ગોંડલ તાલુકાનાં ખેડુત આગેવાન કનકસિંહ જાડેજાએ મુખ્‍યમંત્રીને રજુઆત કરીછે.

રજુઆતમાં કનકસિંહ જાડેજાએ જણણાવ્‍યું કે કમોસમી વરસાદને કારણે મગફળીનાં પાકનું ધોવાણ થયુ છે.ખેડૂત ની હાલત દયનીય બની છે.પાક નષ્ટ થતા પશુઓનાં ચારાનું પણ ધોવાણ થતા સમસ્‍યા સર્જાઇ છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તાજેતરમાં ખેડુતોની આવક બમણી કરવાનાં ધ્‍યેયને લક્ષમાં રાખી એમ.એસ.પી.માં વધારો કર્યો છે. પ્રમોલગેશન એન્‍ટ્રીઓ મેળવવાની ઝંઝટમાંથી ખેડુતોને રાહત આપી વર્ષ ૧૯૫૫થી એન્‍ટ્રીઓ મેળવવાને બદલે વર્ષ ૧૯૯૫થી એન્‍ટ્રીઓ મેળવવાનો નિર્ણય આવકારદાયક છે.પરંતુ પાક વિમા યોજના બંધ કરી તેને બદલે શરૂ કરાયેલી પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડુતો માટે ખાસ લાભદાયક નીવડી નથી. પાક વીમા સુવિધા અંગે સુન્‍યવકાસ સર્જાયો છે. ખેડુતોનાં હીતને ધ્‍યાને લઇ અટલજી સરકાર સમયની પાક વીમા યોજના પુનઃ સત્‍વરે ચાલુ કરવી તથા ભારે વરસાદને કારણે થયેલા નુકસાનનું સર્વે કરાવી યોગ્‍ય સહાય આપવા તેમણે જણાવ્‍યું છે.

(10:54 AM IST)