હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નરેન્દ્રભાઇ ર૮મીએ અમરેલીના દુધાળામાં
‘પદ્મશ્રી 'સવજીભાઇ ધોળકીયાએ જળસંચય માટે તૈયાર કરેલ ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે

તસ્વીરમાં કલેકટર સહીતનાએ કાર્યક્રમ સ્થળની વિઝીટ કરી હતી. તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ અરવિંદ નિર્મળ-અમરેલી) : તસ્વીરમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે ‘પદ્મશ્રી' સવજીભાઇ ધોળકીયા નજરે પડે છે.
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧૬: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ર૮ ઓકટોબરે અમરેલી જીલ્લાના દુધાળાના પ્રવાસે આવી રહયા છે.
દુધાળાના વતની અને હિરા ઉદ્યોગકાર પદ્મશ્રી ડો. સવજીભાઇ ધોળકીયાએ ગાગડીયો નદી પર નમુનેદાર જળસંચયની કામગીરી કરી સરોવરોની હારમાળા સર્જી છે. તે પૈકીના ભારતમાતા સરોવરનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લાઠીના દુધાળા ખાતે તા. ર૮ ઓકટોબરના રોજ લોકાર્પણ થશે.
દુધાળા હેતની હવેલી ખાતે કાર્યક્રમનું આયોજન થનાર હોય લાઠીના દુધાળા ખાતે જીલ્લા કલેકટર અશોક દહીંયા, ડી.ડી.ઓ. પરિમલ પંડયા, જીલ્લા પોલીસ વડા હિમકરસિંહ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા વડાપ્રધાન મોદીના આગમનને લઇ વિઝીટનો દોર શરૂ થયો છે. લાંબા સમયે અમરેલી જીલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવી રહયા હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે.
વડાપ્રધાન મોદીના આગમનને લઇ હેલીપેડ, વાહન પાર્કીંગ, સભાખંડ બનાવવા સહીતના સ્થળોની મુલાકાત ઉચ્ચ અધિકારીઓએ લઇ સમીક્ષા કરી હતી.
તા.૧૭ સપ્ટે. ર૦૧૭ ના રોજ નરેન્દ્રભાઇ મોદી અમરેલી આવેલ ત્યારે સવજીભાઇ ધોળકીયાએ બનાવેલ હરિકૃષ્ણસરોવરનું લોકાર્પણ કરેલ તેમ મનોજ જોષીની અખબારી યાદીમાં જણાવેલ છે.
ધોળકીયા ફાઉન્ડેશનમાંથી નિતીનભાઇ સાવલીયા અને કનક પટેલ હાજર રહયા હતા.
નરેન્દ્રભાઇ મોદી ર૮મીએ વડોદરાની પણ મુલાકાત લેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
