બાંટવાના વેપારીએ લાણી લઇ જવા માટે બોલાવી મહિલા પર દુષ્કર્મ આચર્યુ
પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૭ : બાંટવાનાં એક વેપારી દુષ્કર્મની એક મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
બાંટવાનાં વેપારી મનહર ઉર્ફે મનો શ્યામલાલ ચાંદવાણીએ ગરબીની બાળાઓ માટે લાણી લઈ જવા બોલાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ બાંટવા પોલીસમાં નોંધાઈ છે.
નવરાત્રીને લઇ એક ૪૫ વર્ષીય મહિલા તેના વિસ્તારમાં બાળાઓને ગરબી રમાડતા હતા. ત્યારે તેમણે બાંટવામાં રહેતો મનહર ઉર્ફે મનો શ્યામલાલ પાસે બાળાઓ માટે લાણ માંગી હતી. જેથી શખ્સે ૧૨ ઓક્ટોબરના રોજ રાત્રે ૧૨ વાગ્યે મહિલાને ફોન કરી લાણી લઇ જવા માટે પોતાના બંધ મકાન ખાતે બોલાવી દુષ્કર્મ આચરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની ફરિયાદ મહિલાએ કરતા પોલીસે દુષ્કર્મ, એટ્રોસિટીનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક પોલીસ તપાસમાં આરોપી રાજકોટ પાસેના શાપર વેરાવળ ખાતે વેપાર કરતો હોવાનું અને બે સંતાનનો પિતા હોવાનું ખૂલ્યું હતું. ડીવાયએસપી બી. સી. ઠક્કરે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
