તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 16th October 2024
પાલીતાણાના જામવાળીમાં શિક્ષીકાના જન્મદિને ભોજન લીધા બાદ ર૩ બાળકોને ફુડ પોઇઝીંગ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧૬ : ભાવનગર તા.૧૬ ભાવનગર જિલ્લાના જામવાડી ગામે પ્રાથમિક શાળાના ૨૩ વિદ્યાર્થીઓને ફુડ પોઈઝન ની અસર થઈ હતી.
શાળામાં ભોજન આરોગ્યા બાદ ઝાડા ઉલ્ટીની અસર થઈ હોવાનું જાણવા મળેલ છે.
શાળાની એક શિક્ષિકા ના જન્મ દિવસના ભોજન આરોગ્યા બાદ બાળકોને ફુડ પોઈઝીંગની અસર થઈ હતી.જેમાં ૧૨૦ બાળકો માથી ૨૩ ને થઈ સામાન્ય અસર થઈ હતી.
આ બનાવ ને લઈને આરોગ્યની ટીમો જામવાળી ગામે દોડી ગઈ હતી. તમામ બાળકોની તબીયતમાં સુધારો હાલ સામાન્ય અસર હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે. તમામ બાળકોને પોતાના ઘરે જ સારવાર આપવામાં આવી હતી.
હાલ તમામની હાલત સ્થિર અને સામાન્ય અસર થયાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
