<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

શાપરમાં ઓવર બ્રિજ નીચેથી બેભાન મળેલા યુવાનનું મોત

નિલેષભાઇ બ્રાહ્મણ તરીકે ઓળખાતો યુવાન અહિ જ આટાફેરા કરી સુઇ રહેતો હતોઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૧૬: શાપર વેરાવળમાં ઓવર બ્રિજ નીચેથી ગઇકાલે આશરે ૨૯ વર્ષનો યુવાન બિમારીથી બેભાન થઇ ગયેલી હાલતમાં મળતાં ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ તેનું મૃત્‍યુ થતાં શાપર પોલીસને જાણ કરાઇ હતી. મૃતક નિલેષભાઇ બ્રાહ્મણ તરીકે ઓળખાતો હતો. બ્રીજ આસપાસ આટાફેરા કરી જમીને ત્‍યાં જ સુઇ રહેતો હતો. પોલીસે વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

(11:05 AM IST)