હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિજપડીના ૨૮ વર્ષના દિવ્યેશને ડેંગ્યુ ભરખી ગયો
યુવાને સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું: કટારીયા પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૬: રાજ્યભરમાં રોગચાળાએ ભરડો લીધો હોય તેમ ડેંગ્યુથી વધુ એક મૃત્યુ થયું છે. સાવરકુંડલાના અઠ્ઠાવીસ વર્ષના યુવાનને ડેંગ્યુ ભરખી જતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે. બે દિવસથી આ યુવાનને તાવ આવતો હોઇ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ તેને ડેંગ્યુ લાગુ પડયાનો રિપોર્ટ આવતાં સારવાર ચાલુ થઇ હતી. એ દરમિયાન તેનું રાત્રીના મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ વિજપડી ગામે રહેતાં દિવ્યેશભાઇ ઘનશ્યામભાઇ કટારીયા (ઉ.વ.૨૮)ને બે દિવસથી તાવ આવતો હોઇ સ્થાનીક ડોક્ટરની દવા લીધી હતી. પરંતુ ફરક પડતો ન હોઇ તેને રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો. અહિ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ મારફત થતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર દિવ્યેશભાઇ બે ભાઇમાં મોટો હતો અને નોકરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. તેના પિતા ખેતી કરે છે. દિવ્યેશભાઇના મૃત્યુથી માસુમ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી છે.
સગાએ કહ્યું હતું કે દિવ્યેશભાઇને બે દિવસ પહેલા તાવ આવ્યો હતો. દવા લીધા બાદ સારુ ન થતાં રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો. અહિ રિપોર્ટ થતાં ડેંગ્યુ પોઝિટીવ આવ્યો હતો. સઘન સારવાર ચાલુ કરવામાં આવી હતી. પરંતુ રાત્રે મૃત્યુ થયું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
