<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

ચાર મહિનાના વેકેશન બાદ ફરી એક વખત સાસણ સફારી પાર્ક શરૂ

જાણો સાસણ ગીર નેશનલ પાર્કનો સમય, ટિકિટની કિંમત, એન્ટ્રી ફી અને ઓનલાઈન બુકિંગ સહિતની તમામ જાણકારી.

જૂનાગઢ : આજથી સાસણ ગીર નેશનલ પાર્કમાં સિંહ દર્શનની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે 15 જૂનથી 15 ઓકટોબર સુધીનો 4 મહિનાના સમયગાળા માટે સિંહોનું વેકેશન હોય છે. આ સમય દરમિયાન ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ હોય છે. ત્યારે આજથી સિંહોનું વેકેશન પૂર્ણ થતાં જ સાસણ ગીર નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું કરાયું છે. ત્યારે આ આર્ટિકલમાં મેળવી લો સાસણ ગીર નેશનલ પાર્કનો સમય, ટિકિટની કિંમત, એન્ટ્રી ફી અને ઓનલાઈન બુકિંગ સહિતની તમામ જાણકારી.

ગીર નેશનલ પાર્ક સફારી સમય -

  • સવારે 06:00 થી 09:00
  • સવારે 09:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી
  • બપોરે 03:00 થી સાંજના 06:00 વાગ્યા સુધી
  • ગીર નેશનલ પાર્ક સફારી બુકિંગ એન્ટ્રી ફી -
  • 4 સીટર જીપ (ભારતીય) - રૂપિયા 5500 / જીપ (એક જીપમાં મહત્તમ 4 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)
  • 6 સીટર જીપ (ભારતીય) - રૂપિયા 6500 / જીપ (એક જીપમાં મહત્તમ 6 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)
  • 8 સીટર જીપ (ભારતીય) - રૂપિયા 8000 / જીપ (એક જીપમાં મહત્તમ 8 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)
  • આ રીતે કરો ઓનલાઈન બુકિંગ
  • સૌ પ્રથમ https://sasangirnationalpark.in/ વેબસાઇટ પર જાઓ.
  • હવે તારીખ પસંદ કરો. (પ્રવાસના 3 મહિના પહેલા જંગલ સફારી બુક કરવાની સલાહ આપવામાં આવે છે)
  • ટાઈમ સ્લોટ પસંદ કરો.
  • એડલ્ટ અને બાળકોની સંખ્યા પસંદ કરો. (એક જીપમાં માત્ર 6 એડલ્ટ અને 1 બાળકને જ મંજૂરી છે)
  • એ વ્યક્તિનું નામ એન્ટર કરો, જે સફારી બુક કરી રહ્યો છે.
  • સાચો નંબર અને ઈમેલ આઈડી એન્ટર કરો.
  • પછી એક પેજ ખુલશે, તે પેજ પર સંપૂર્ણ સરનામા સાથે તમે જે રાજ્યમાંથી આવી રહ્યા છો તે એન્ટર કરો. (નોંધ: સરનામું યોગ્ય રીતે ઉલ્લેખિત હોવું જોઈએ, તે તમે પ્રદાન કરી રહ્યાં છો તે ઓળખ સાથે મેળ ખાતું હોવું જોઈએ).
  • હવે જીપમાં સફારી કરનાપમુસાફરોની વિગતો દાખલ કરો: જેમ કે આખું નામ, ઉંમર, જેન્ડર, રાષ્ટ્રીયતા, રાજ્ય, આઈડી પ્રૂફ અને આઈડી નંબર (ઓળખના પુરાવાની સંપૂર્ણ અને સાચી વિગતો ભરો, જો ખોટી હશે., તો બુકિંગ મંજૂર કરવામાં આવશે નહીં)
  • જો તમારી જીપ સફારી કેટેગરી A માં બદલાય તો તમારે વધારાની ફી ચૂકવવી પડશે.
  • અંતે ઉલ્લેખિત રકમની ચૂકવણી કરો.

(12:01 PM IST)