<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

ધ્રોલ પંથકમાં સાડા ૩ વર્ષ પહેલાના અપહરણ કેસમાં સગીરાને પોલીસે શોધી કાઢી

 

ધ્રોલ પો.સ્‍ટે.ના સ્‍ટાફના રાજેશભાઇ કે.મકવાણા તથા વનરાજભાઇ માંડણભાઇ મકવાણા તથા રધુવિરસિંહ ચંદુભા જાડેજા નાઓને સંયુક્‍ત બાતમી હકીકત મળેલ કે, ધ્રોલ પોલીસ સ્‍ટેશન ખ્‍ પાર્ટ ગુ.ર.નં- ૧૧૨૦૨૦૧૪૨૧૦૩૨૮/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુન્‍હાના ભોગબનનાર સગીરા આશરે સાડા ત્રણ વર્ષ અપહરણ થયેલ હોય જે આજદિન સુધી મળી આવેલ ન હોય અને આ બાબતે ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સથી તપાસ કરતા ભોગ બનનાર ઉતરઙ્ઘદેશના ઝાંસી વિસ્‍તાર તેમજ સુરેન્‍દ્રનગરના થાન વિસ્‍તારમા હોવાની માહિતી મળેલ હોય, જે માહિતીના આધારે ભોગ બનનાર હાલ સુરેન્‍દ્રનગરના થાન વિસ્‍તારમાં એક ઇસમ સાથે હાજર છે જેથી એક ટીમ બનાવી સુરેન્‍દ્રનગરના થાનના જી.આઇ.ડી.સી વિસ્‍તારમાથી આ કામેના ભોગબનનાર સગીરાને શોધી ધ્રોલ પો.સ્‍ટે. ખાતે લાવી ખ્‍ણ્‍વ્‍શ્‍ જામનગર નાઓને આગળની કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ છે. આ કામગીરી ધ્રોલ પો.સ્‍ટે. ના પો.ઇન્‍સ.એચ.વી.રાઠોડ સા. તથા એ.એસ.આઇ.વનરાજભાઇ માંડણભા મકવાણા તથા પો.હેડ કોન્‍સ. રાજેશભાઈ કે.મકવાણા તથા પો.કોન્‍સ. રઘુવિરસિંહ ચંદુભા જાડેજા નાઓ દ્વારા કરવામા આવેલ છે.

(12:05 PM IST)