<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

લોધીકા-ડાંગરવાડા સહિતના વિસ્‍તારોમાં વરસાદથી પાકને નુકસાન : સહાયની માંગ

(સલીમ વોરા દ્વારા) લોધીકા,તા.૧૬ : લોધિકા વિસ્‍તાર તથા  ડાંગરવાડા ગામ ની આજુબાજુના ગામમાં ધણી જગ્‍યાએ તા.૧૨-૧૩-૧૪/૧૦/૨૦૨૪ ના રોજ ૩ થી ૭ ઇંચ  કમોસમી વરસાદથી મગફળી સહિતના બધાજ ખરીફ પાકને ભારે નુકશાની થવા પામેલ છે. આ દરમિયાન મગફળી કઠોળની મોસમનું કામ ચાલુ હોય કપાસ પરિપકવ અવસ્‍થામાં હોય ખેડૂતોએ આ મોંઘવારીમાં લાખોનો ખર્ચ કરી તનતોડ મહેનત કરી હોય ને છેલ્લે તેમના મોઢામાં આવેલ કોળિયો જૂટવાય ગયેલ  હોય જે ધ્‍યાને લઇ  ડાંગરવડાના સરપંચ  રામજીભાઈ બચુભાઈ છેલડીયાયે  તાત્‍કાલિક કળષિ સહાય પેકેજ જાહેર કરે તેવી ઉપલા લેવલે જોરદાર રજૂઆત કરેલ છે.

(12:11 PM IST)