જુનાગઢના પૂર્વ ડે.મેયર ગિરીશભાઇ કોટેચા પરિવારને ત્યાં મ્યુ.કમિ. અને સંતો મહંતો આગેવાનોની ઉપસ્થિતીમાં પ્રથમ દિવસે ૬૬૦૦ દિકરીઓને ભોજનપ્રસાદ

જુનાગઢઃ રઘુવીર સેનાના સુપ્રીમો અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા પરિવાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી તેમના નિવાસસ્થાને જુનાગઢ અને નજીકના ગામોની ૨૫૦થી વધુ પ્રાચીન ગરબી મંડળની ૨૦૦૦૦થી વધુ બાળાઓને ૩ દિવસ દરમ્યાન સાક્ષાત જગદંબા સ્વરૂપ સમજી તેઓનું પુજન કરી તિલક કરી ભાવથી જમાડવામાં આવે છે. જેમાં ગઇકાલે ગિરીશભાઇ કોટેચાના નિવાસ્સ્થાને મ્યુ.કમિશ્નર ઓમપ્રકાશ તેમજ અમદાવાદ ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા ધ ફર્ન લિયો રિસોર્ટના માલીક વિપુલભાઇ કોટેચા તેમજ દિપક રૂપારેલીયા વિવિધ સેવાભાવી સંસ્થાના પ્રતિનિધીઓ પત્રકારો અને ખાખીમઢી રામજી મંદિર મેંદરડાના મહંત પુ.સુખરામદાસબાપુ તેમજ પુ.અમૃતગીરીબાપુ ચકાચક આશ્રમ અને અકિલાના પત્રકાર વિનુભાઇ જોશી સહિતના ઉપસ્થિત રહી કોટેચા પરિવારની સેવાને બિરદાવી હતી. આ સેવાયજ્ઞમાં ગીરીશભાઇ કોટેચા તેમના ધર્મપત્નિ ગીતાબેન કોટેચા પુત્ર પાર્થ કોટેચા, પુત્રવધુ ચાંદનીબેન કોટેચા અને પુત્રી શ્વેતાબેન રૂપારલીયાએ બાળાઓને ભોજન પિરસી સેવાનો લાભ લીધો હતો. (અહેવાલ- વિનુજોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
