<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

જુનાગઢમાં સોરઠીયા શ્રીગૌડ માળવીય બ્રહ્મ સેવા સમિતિ દ્વારા નવરાત્રી મહોત્‍સવ

જુનાગઢ : સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રહમ સેવા સમિતી આયોજીત નવરાત્રી મહોત્‍સવમાં નવદુર્ગાના નવ સ્‍વરૂપ દર્શન સાથે ૧૧૦૦ દિવડાની આરતીનો ભવ્‍ય કાર્યક્રમ યોજાયો હતો. જેમા સમાજની દિકરીઓએ નવદુર્ગા માતાજીના નવ સ્‍વરૂપમાં પધરામણી કરી હતી. અને આ નવ સ્‍વરૂપની આરતી જૂનાગઢનાં નગર દેવતા શ્રી ભુતનાથ મંદિરના મહંત શ્રી મહેશગીરી બાપુનાં હસ્‍તે આરતી કરવામાં આવી હતી. તેમજ ખેલૈયાઓ અને બ્રહમસમાજ દવારા નવદુર્ગા માતાજીની ૧૧૦૦ દિવડાથી આરતી કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. માતાજીની દિવ્‍ય પધરામણીથી સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયુ હતુ. શ્રી સોરઠીયા ગોડ માળવિય બ્રાહ્મણ સમાજ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ભુતનાથ ગ્રાઉન્‍ડ ખાતે સમાજના લોકો માટે નવરાત્રીના પર્વને લઈને રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. હાલના સમયમાં સમાજની અંદર જ યુવક અને યુવતીઓ રાસ ગરબા રમી શકે અને માતાજીની આરાધના કરે તેને લઈ બ્રહ્મ સમાજ દ્વારા આ આયોજન કરાયું છે. સમાજના લોકોને રાસ ગરબાના આયોજનને લઈને પારિવારિક વાતાવરણ મળે તેવી પણ વ્‍યવસ્‍થા  કરવામાં આવી છે.  આ તકે એસપી. હર્ષદ મહેતા, ડીવાયએસપી હીતેષ ધાંધલીયા, સરકારી વકીલ નિરવ પુરોહીત, અમીત ચરાડવા વગેરે ઉપસ્‍થીત રહયા હતા. આયોજનને સફળ બનાવવા શૈલેષભાઈ દવે, મહેન્‍દ્રભાઇ ભટ્ટ, સનતભાઇ પંડયા, ધીરૂભાઇ પુરોહિતનાં માર્ગદર્શનમાં નવરાત્રી રાસોત્‍સવને સફળ બનાવવા માટે આકાશ દવે, કેતન ભટ્ટ, વિરાજ પંડયા, હિતેષ પુરોહિત, જીજ્ઞેશ ભટ, રાજુભાઇ પુરોહિત, સીતાબેન દવે અને જાગળતિ બેન પુરોહિત સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(1:56 PM IST)