<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

વિસાવદરના રાષ્‍ટ્ર સેવાના ધ્‍યેયને સમર્પિત હર્ષ પરમાર આર્મીની તાલીમ પૂર્ણ કરી

માદરે વતન આગમન : વિવિધ સંસ્‍થાઓ દ્વારા શાહી સન્‍માનનું ભવ્‍ય આયોજન કડીયા સમાજના પિતા રત્‍ન કલાકાર, મંદીના પરિણામે કડીયા કામમાં મજૂરી કરે છે, સ્‍થિતિને અનુરૂપ માતા પણ આર્થિક ઉપાર્જનમાં યથાયોગ્‍ય કામ કરી સહયોગ આપે છે : એકના એક દિકરાને રાષ્‍ટ્ર સેવા માટે આર્મીમાં જવા હુંફ આપી : સંઘર્ષ પૂર્ણ અને દેશદાઝની અનોખી કહાની

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૬ : વિસાવદરના કડિયા યુવાન ૨૧ વર્ષ , હર્ષ નીતિનભાઈ પરમાર કે, જેઓ પરમાર પરિવારના માત્ર એકના એક સંતાન છે અને તેના  પિતા નીતીનભેઈ હીરાના વ્‍યવસાયમાં રત્‍નકલાકાર હતા. મંદીના અને કોરોના કાળમાં સાવ બેકાર અવસ્‍થામાં જ સમય પસાર કર્યો અને ત્‍યારબાદ શ્રમ એ જ નિર્ધાર ના ધ્‍યેય સાથે કડીયા કામમાં મજૂરીએ લાગી ગયેલ તેના મમ્‍મી પણ યથાયોગ્‍ય અર્થઉપાર્જન  અને મહેનત કરવા લાગ્‍યા આવી પરિસ્‍થિતિમાં પણ એકના એક દીકરાને શિક્ષણને મહત્‍વ આપીને વિસાવદરમાં જ પ્રાથમિક શિક્ષણ ધોરણ ૧૦ અને ૧૨નો અભ્‍યાસ કરતા કરતા જ આર્યસમાજના ધ્‍યેયનિષ્ઠ વિચારો અને વાંચનના માધ્‍યમમાં રત્ત રહીને દેશસેવા એટલે કે, આર્મીમાં જ જોડાઈને પરિવારને મદદરૂપ થવું અને દેશની સેવા કરવી એવો સંકલ્‍પ કરેલો તેના માટે તાલીમ એટલે કે, ગ્રાઈન્‍ડ પ્રેક્‍ટિસ જરૂરી હતી અને તે શરૂ કરી દીધી, સરેરાશ સવારે બે કલાક અને સાંજે બે કલાક પ્રેક્‍ટિસ અભ્‍યાસ અને પાર્ટ ટાઈમ વેપારીને ત્‍યાં નોકરી આ બધું જ કરતા કરતા પોલીસની ભરતી આવી અને તેમાં પણ પરીક્ષા અને ગ્રાઉન્‍ડ ક્‍લિયર કરીને સિલેક્‍ટ થયા પરંતુ  ધારેલું તીર તો બસ એક જ હતું એટલે કે દેશ સેવા આર્મીમાં પસંદગી પામવું અને અભ્‍યાસ દરમિયાન જ સ્‍કૂલમાંથી ખેલ મહાકુંભમાં એથલેટીક અને ૧૦૦ મીટર મીટર દોડમાં ગોલ્‍ડમેડાલિસ્‍ટ, બે વાર રાજ્‍યકક્ષાએ વિવિધ સ્‍પર્ધાઓમાં શિલ્‍ડ અને રોકડ પુરસ્‍કાર સાથે વિજેતા આવી ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ. આ દરમિયાનમાં જામનગરમાં લશ્‍કરી ભરતી મેળામાં પસંદગી થઈ પરંતુ વિઝન ટેસ્‍ટમા માઇનોર નંબર ડિટેક્‍ટ થતા, પાછી પ્રેક્‍ટિસમાં શ્રેષ્ઠ ઉપાય શીર્ષાસનથી શરૂઆત અને ગ્રાઉન્‍ડમાં આર્યસમાજનું મેદાન અને કસરતના વિવિધ સાધનો પર્યાપ્ત તો હતા જ પરંતુ કંઈક ખૂટે છે તેવા ભાવ સાથે પૂર્ણ કરવા માટે તાલીમનો વધારો કરવા અને ટેકનિક એટલે કે મેદાનની કસરતોના મૂળભૂત કૌશલ્‍યોને ફળીભૂત કરવા માટે ચાપરડા ડીએલએસએસ સ્‍કૂલના સંચાલક પૂ. સદાનંદ બાપુ અને કમલેશભાઈ  ધાંધલના પ્રેમથી શ્રેષ્ઠ માધ્‍યમ દ્વારા વિનંતીથી પ્રવેશ અને બસમાં અપડાઉન સાથે ફરી પ્રેક્‍ટિસ શરૂ કરેલ તેમાં એથ્‍લેટિક કોચ સુમન પુનિયા મેડમ કે, જે ગુરૂ અને ભાઈ જેવો પ્રેમ આપી ને પ્રોતસાહીત કર્યો ફરી આર્મીની એક્‍ઝામ જામનગર આપી અને તેમાં સિલેક્‍ટ થઈ બધા જ ટેસ્‍ટમાં લેખિત મેડિકલ ગ્રાઉન્‍ડ  પાસ કરી અને સિલેક્‍શન થયું. હર્ષ પરમારના મતે  જે તેમનુ સન્‍માન કરવા તત્‍પર છે તે બધા સગા તોહી અને  વિસાવદરના પ્રબુદ્ધ લોકોને વિનંતી કરી છે કે, રાષ્‍ટ્ર સેવાથી વિશેષ કઈ નથી અને હું તો મારી માતળભૂમિ અને મારા વતનને અર્પણ કરી ને વિનંતી કરૂ છુ કે, યુવાનો આર્મી  જોઈન્‍ટ કરવા માંગી છે તેમને પ્રોત્‍સાહિત કરો.

 આર્મીની આટલેરીરેજીમેન્‍ટમાં નાસિક ખાતે ૭ મહિનાની સખત તાલીમ કે, જે ખરેખર આપણે કમાન્‍ડો પિક્‍ચરમાં તાલીમ જોઈ તેવી જ તાલીમ પૂર્ણ કરીને તા.૨૦-૧૦-૨૦૨૪ ના રોજ વિસાવદર પરત ફરે છે તેના સ્‍વાગત અને સન્‍માન કરવા માટે શૌર્ય યાત્રા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના સ્‍ટેચ્‍યુ એટલે કે, નવા બસ સ્‍ટેન્‍ડથી શરૂ કરીને કડિયાસમાજ ‘શ્‍યામવાડી'એ સન્‍માન કાર્યક્રમ અને પ્રીતિ ભોજન બાદ પૂર્ણ થશે અને આ સમગ્ર યાત્રામાં સન્‍માન કરવા માટે લાયન્‍સ ક્‍લબ ઓફ વિસાવદર, આર્ય સમાજ વીસાવદર, આપાગીગા યુવક મંડળ,શ્‍યામ યુવક મંડળ, ગણપતિ ઉત્‍સવ સમિતિ વિસાવદર, વકીલ મંડળ, મેડિકલ સાધન સેવા કેન્‍દ્ર, કડિયા સમાજ, શ્રી અંધ વિદ્યાર્થી ભુવન પ્રમુખ અને પ્રબુદ્ધ નાગરિકો, વિસાવદર શહેરની વિવિધ સંસ્‍થાઓ અને સરકારી વિભાગના વિવિધ વડાઓ પણ સન્‍માન કરવા તત્‍પર છે જે નોંધનીય છે

(1:51 PM IST)