તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 16th October 2024
જામનગરના જોડીયા પાસેથી દિવ્યાંગ બાળાના વાલીવારસની શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: જોડીયા બંદર રોડ પરથી એક સગીર બાળા ઉ.વ.આશરે ૧૭ વાળી મળી આવેલ હોય અને આ સગીર બાળા મુંગી તથા બહેરી હોય તેમજ લખી કે વાંચી શકતી ન હોય અને તેને શરીરે આછા ગુલાબી કલરનું ટોપ પહેરેલ હોય તથા બ્લુ કલરની લેગીજ પહેરેલ હોય તેમજ ગળામાં પંચરંગી દુપટ્ટો નાખેલ હોય તથા જમણા હાથમાં કાંડાના ભાગે અંગ્રેજીમાં ''RITU'' ત્રોફાવેલ હોય અને તેના વાલી વરસ હાલ સુધી મળી આવેલ ન હોય જેથી આપણા પો.સ્ટે.માં કોઇ ગુમ/અપહરણ/ફરીયાદ કે રજુઆત મળેલ હોય તો જોડીયા પો.સ્ટે.નો સંપર્ક કરવા વિ. છે. આ સાથે સગીર બાળાનો ફોટોગ્રાફ સામેલ રાખેલ હોય તો વાલી વારસની જાણ થતા અત્રે પો.સ્ટે. ફોન નં.૦૨૮૯૩ ૨૨૨૦૩૩ પર જાણ કરવા (સી.ડી.વાઘેલા) પો.સ્ટે.ઓ જોડીયા પો. સ્ટે. જી.જામનગરની યાદીમાં જણાવ્યુ છે
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
