<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

જામનગરના ખાવડી પાસે અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળ્‍યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૬: મોટી ખાવડી ગામથી આગળ હેમત વેલ્‍ડીંગ વર્કશ પાસે જામખંભાળીયાથી જામનગર જતા હાઇવે રોડની બાજુમાં બનેલ છે અને તા. ૧૪/૧૦/૨૦૨૪ના કલાક ૨૦:૧૫ વાગ્‍યે ગુન્‍હો જાહેર થયેલ છે. આ કામના ટ્રક ટેન્‍કર નં.જી.જે.૧૨.બી.એકસ૯૩૭૮ના ચાલકે પોતાનું ટ્રક જોયા વગર ચાલુ કરી બેફીકરાય અને ગફલતભરી રીતે ચલાવી અજાણ્‍યા માણસ આશરે (ઉ.વ.૪૦ થી ૪૫ વાળા ઉપર ટાયર ફરી વળતા અકસ્‍માત કરી શરીરે ગંભીર ઇજા કરી મોત નીપજાવી નાશી જઇ ગુન્‍હો કરેલ છે. આ કામે અજાણ્‍યા મરણજનારની લાશના વાલી-વારસ અંગે તપાસ કરતા મળી આવેલ નથી સદર અજાણ્‍યો પુરૂષના વાલી વારસદારો મળી આવેલ નથી તેમજ આ અજાણ્‍યા પુરૂષએ શરીરે પાતળા બાંધાનો છે. સફેદ કલર શર્ટ પહેરેલ છે તથા વાને શ્‍યામ વર્ણો અને કાળા વાળ છે આશરે ૫.૪ ફુટની ઉંચાઇનો છે આ ઉપરોકત જણાવેલ વ્‍યકિતના આપના પો.સ્‍ટે. વિસ્‍તારમાં વાલીવારસ મળી આવ્‍યે અત્રે પો.સ્‍ટે.નો નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી છે. સદરહું મરણજનારની લાશ જામ જી.જી.હોસ્‍પિટલ ખાતે કોલ્‍ડરૂમમાં રાખવામાં આવેલ છે.મેઘપર (પડાણા) પો.સ્‍ટે. મો. ૬૩૫૯૬ ૨૭૮૪૯, પો.હેડ કોન્‍સ. એલ.જી.જાડેજા મો. ૭૯૮૪૩ ૪૨૨૨૦

(2:28 PM IST)