News of Thursday, 17th October 2024
ગાંધીધામ સ્પાની આડમાં ચાલતો દેહ વ્યાપારઃ પોલીસે મિઝોરમની ૨ અને બિહારની ૧ યુવતીને મુકત કરાવી
કચ્છમાં ગ્રામીણ વિસ્તારો સુધી ધમધમે છે સ્પા, દૂષણ ડામવા કડક કાયદો જરૂરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૧૭: કાયદો અને વ્યવસ્થામાં રહેલ છીંડાનો ગેરઉપયોગ કરી સ્પાના ઓઠા તળે દેહ વ્યાપાર ધમધમે છે. કચ્છમાં ફરી એક સ્પામાં દેહ વ્યાપાર થતો ઝડપાયો છે. પૂર્વ કચ્છ પોલીસે ઓમ કોન્વોય બિલ્ડિંગમાં ચાલતા ઇવા સ્પા ઉપર ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો. મેનેજર સચિન પાંચા ભરવાડને ઝડપી બે મિઝોરમ અને એક બિહારી મહિલાને મુકત કરાવી હતી. સ્પા સંચાલક જેકી મોટવાનીને ઝડપવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
