તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 17th October 2024
હળવદમાં ૧૦૦૦ રૂપિયા મામલે બબાલઃ ત્રણને ગાડી નીચે કચડતા ઇજા
કારખાનાના સુપરવાઇઝરને શેઠે આપેલા ૧૦૦ માંગવા ફોન કરતા જ ઝઘડો થયો

(દીપક જાની દ્વારા ) હળવદ,તા. ૧૭: હળવદ શહેરમાં રૂપિયા ૧૦૦૦ની રકમ મામલે કારખાનામાં કામ કરતા ઓપરેટરે સુપરવાઈઝરની માતા સાથે ઉંચા અવાજે વાત કરતા વાત વણસી હતી અને સુપરવાઇઝરના આખા પરિવારે કાર લઈને કારખાને આવી ઓપરેટરને બેફામ માર મારી ત્રણ વ્યક્તિઓ ઉપર આઈ ટવેન્ટી કાર ચડાવી દેતા ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ આસ્થા ટેકનો પ્લાસ્ટ કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી ઓપરેટર મનોજ રામાશંકર યાદવે હળવદ પોલીસ મથકમાં આરોપી (૧) અજયભાઇ સુરેશભાઇ કુડેચા (૨) હાર્દિકભાઇ સુરેશભાઇ કુડેચા (૩) સુરેશભાઇ કુડેચા (૪) શીતલબેન સુરેશભાઇ કુડેચા (૫) સંજયભાઇ ચંદુભાઇ કુડેચા અને (૬) વિજયભાઇ ચંદુભાઇ કુડેચા રહે બધા હળવદ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતાને પૈસાની જરૂરત પડતા શેઠ પાસે પૈસા માંગતા શેઠે આરોપી એવા સુપરવાઈઝર અજય સુરેશ કુંડચાને ૧૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું કહી અજય પાસેથી પૈસા લઈ લેવા જણાવ્યું હતું.
બાદમાં ફરિયાદી મનોજભાઈએ અજયને ફોન કરતા અજયે ફોન ન ઉપડતા ફરી બે ત્રણ વખત ફોન કરતા અજયની માતા શીતલબેને ફોન ઉપડતા મનોજભાઈએ પૈસા બાબતે ઉંચા અવાજે વાત કરતા આ બાબતનો ખાર રાખી તમામ આરોપીઓ આઈ ટવેન્ટી કાર લઈ કારખાને ધસી આવ્યા હતા અને મનોજભાઈને પ્લાસ્ટિકના પાઇપ વડે બેફામ માર મારતા સાહેદ ઉપેન્દ્રભાઈ તથા શશીકાંતભાઈ વચ્ચે પડતા તેમને પણ માર મારી જતા જતા કાર ત્રણેય ઉપર ચડાવી દેતા ત્રણેયને ફ્રેક્ચરની ઇજાઓ થઈ હતી. બનાવ અંગે હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
