<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

કચ્‍છમાં છાત્રાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર શિક્ષક નીખીલ સેવકાણી ઝડપાયો

અંજાર તાલુકાના વરસામેડીમાં સ્‍ટડી ટયુશન કલાસીસ ચલાવતા શિક્ષક સામે ભારે આક્રોશ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : કચ્‍છના અંજાર તાલુકાના વરસામેડીમાં સ્‍ટડી ટયુશન કલાસીસના શિક્ષક નીખીલ વાસુદેવ સેવકાણીએ ટયુશનમાં આવતી છાત્રાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જતાં અંજાર પોલીસે આ શિક્ષકને ઝડપી પાડયો છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્‍જ ભુજના તથા સાગર બાગમાર પોલીસ અધિક્ષક પુર્વ-કચ્‍છ ગાંધીધામ તથા મુકેશ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિસ્‍તારમાં રહેતી નાબાલીક છોકરીને જયાં ટયુશન જતી હતી તે ટયુશનના શિક્ષકએ લલચાવી ફોસલાવી પોતાની પ્રમજાળમાં ફસાવી અંજારથી અલગ અલગ જગ્‍યાએ અમૃતસર પંજાબ ખાતે ભગાડી લઈ ગયેલ જે ગુનો શિક્ષણ વિભાગમાં ચકચારી બનેલ હોઈ જે ગુનાની ગંભીરતાને ધ્‍યાને લઈ ભોગબનાર તથા આરોપીને શોધવા અલગ અલગ ત્રણ ટીમો બનાવેલ અને ગુનો શોધી કાઢવાની સૂચના અને મર્ગદર્શન આપ્‍યું હતું.

તેથી અંજાર પોલીસે આરોપીને શોધી કાઢવા પ્રયત્‍નશીલ હતા તે દરમ્‍યાન હ્યુમનશોર્સ તેમજ ટેકનીકલ સર્વલન્‍સની મદદ આધારે જણાય આવેલ કે આરોપી ભોગ બનાર સાથે હાલે પંજાબ રાજયના અમૃતસર તરફ હોવાનું જણાય આવતા તુરંત એક પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર સાથે એક પોલીસ ટીમ બનાવી તાત્‍કાલીક પંજાબ રાજયના અમૃતસર ખાતે મોકલી આપી અમૃતસર શહેર તથા આજુબાજુમાં આવેલ તમામ હોટલો ઢાબા ફાર્મ હાઉસ તથા ભાડે આપતા મકાનોની ખંત પુર્વક તપાસ કરતા આ કામેના આરોપી નીખીલ વાસુદેવ સેવકાણી (ઉ.૨૯) રહે.પ્‍લોટ નં.૨૦૬ ઘનશ્‍યામનગર મેઘપર બોરીચી તા.અંજાર વાળો મળી આવતા તેને પકડી પાડી અપહરણનો ભોગબનાર નાબાલીક છોકરીને આરોપીના કબ્‍જામાંથી મુકત કરાવી ભોગબનારને તેના પરિવારને સુરક્ષીત સોપી ઉપરોકત ગુના કામે આરોપીને અંજાર પોલીસ સ્‍ટેશન લાવી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સ્‍પેકટર એ.આર.ગોહિલ, પોલીસ સબ ઇન્‍સ. એમ.એમ.ઝાલા, જે.એસ.ચુડાસમા તથા પી.એન.ઝાલા સાથે અંજાર પોલીસ સ્‍ટાફે કરેલ છે.

(10:52 AM IST)