News of Thursday, 17th October 2024
ગીર સોમનાથ અરબી સમુદ્રમાં સાગર સુરક્ષા કવચ ઓપરેશનઃ એસપી મનોહરસિંહ જાડેજા ખુદ સમુદ્રમાં પહોંચ્યા
અરબી સમુદ્રમાં ફિશીંગ બોટોનું સઘન ચેકિંગ મરીન પોલીસ, એસ.ઓ.જી. એલસીબી સહિત સમુદ્ર સુરક્ષા સતર્કતા એજન્સીઓ સામેલ ઇનપુટના આધારે મુળ દ્વારકા નજીકના સમુદ્રમાંથી ચાર શંકાસ્પદ ફિશિંગ બોટ ઝડપી પડાઇઃ મોકડ્રીલ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૧૭: ગીર સોમનાથના અરબી સમુદ્રમાં સાગર સુરક્ષા કવચ ઓપરેશન અંતર્ગત મોકડ્રીલ યોજાઇ હતી. એસપી મનોહરસિંહ જાડેજા ખુદ સમુદ્રમાં પહોંચ્યા હતા. અરબી સમુદ્રમાં ફિશીંગ બોટોનું સઘન ચેકીંગ મરીન પોલીસ, એસઓજી, એલસીબી સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરાયુ હતું.
ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા તથા સમગ્ર પોલીસ ટીમ સાંપ્રત પ્રવાહમાં સજાગ-સર્તક અને ઝડપની પ્રતિતિ કરાવતી સાગર-સુરક્ષા કવચ મોકડ્રીલ સોમનાથ અને નવાબંદરના સમુદ્રમાં યોજાઇ હતી. એલ.સી.બી., એસ.ઓ.જી સહિતના કાફલા સાથે મધદરિયે ચકાસણી કરતાં નવાબંદર અને સોમનાથના સમુદ્રમાંથી ‘‘હરિહરપ્રસાદ'' અને ‘‘અવિનાશ'' નામની શંકાસ્પદ બોટો ઝડપી પડાઇ હતી. તથા ગીર-સોમનાથના સર્કીટ હાઉસ ઉપર હુમલાનો ઇનપુટ પ્રાપ્ત થતા જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા તથા એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.બી. જાડેજા, એસ.ઓ.જી. સહિત તાબડતોડ સ્થળે ઘસી જઇ ઓપરેશન પાર પાડેલ હતું. ઉપરોકત તમામ ઘટનાઓ મોકડ્રીલ હતી અને પોલીસની સર્તકતા કવાયત સાથે સજાગતાના ભાગરૂપે સુદ્રઢ બનાવાઇ હતી.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
