News of Thursday, 17th October 2024
ઉના હાઇવે ઉપર માલિકો દ્વારા છુટાં મુકી દેવાયેલા ઘોડાઓથી વધતાં વાહન અકસ્માતો

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૭: ઉના-ગરગઢડા નેશનલ હાઇવે ઉપર માલિકો દ્વારા છુટાં મુકી દેવાયેલા ઘોડાઓ કેટલીકવાર વાહનો સાથે અથડાય જતાં ગંભીર અકસ્માતો થાય છે. સંબંધિત તંત્ર આ બાબતે પગલા લ્યે તેવી વાહન ચાલકો માંગણી કરી રહ્યાં છે.
ઊના શહેર મધ્યેથી પસાર થતાં ઊના ગીર ગઢડા નેશનલ હાઇવે રોડ ઉપર સુગર ફેક્ટરી ની સામે છેલ્લા ઘણા મહિનાઓ થી માલિકી ના ઘોડાઓ ને માલિક દવારા છૂટ્ટા મૂકી દેતા તે ઘણી વાર રોડ ઉપર આવી જાય છે અને બાઇક અને સ્કૂટર વાહન ચાલકો સાથે ભટકાઈ જતા ગંભીર અકસ્માતોના બનાવો બને છે. ઈજાઓ થવાના બનાવો વધ્યા છે.
આ અંગે વહીવટી તંત્ર અને કાયદો ને વ્યસ્થા જાળવતા તંત્ર ને ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ વહીવટી તંત્ર એ ઘોડા ના માલિકો સામે કોઈ પગલાં લીધા નથી તંત્ર અકસ્માત મા કોઈ ની માનવ જીંદગી જાય પછી પગલાં લેશે ?તે પ્રશ્નની વાહન ચાલકો મા ચર્ચાઓ થઈ રહી છે. ે તુરંત પગલાં લઈ ઘોડાઓ ને રોડ ઉપર છૂટ્ટા ફરતા બંધ કરાવે તેવી માગણી ઉઠી છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
