News of Thursday, 17th October 2024
વિસાવદર પંથકમાં ૧૦૦ ઈંચથી વધુ વરસાદ ખાબકતા ખેડૂતોની દુર્દશા : પાક નિષ્ફળ : ઘાંસચારો બગડી ગયો
જિલ્લા ભાજપના મંત્રી નરેન્દ્રભાઈ કોટીલાએ પ્રભારી-કળષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ ‘‘ખાસ અતિવળષ્ટિ મેગા રાહત પેકેજ''જાહેર કરવા માંગ કરી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૭ : વિસાવદર તાલુકા માટે અતિવળષ્ટિ ખાસ મેગા રાહત પેકેજ જાહેર કરવા રાજ્યના કળષિમંત્રી અને જિલ્લાના પ્રભારી રાઘવજીભાઈ પટેલ સમક્ષ જિલ્લા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ કોટીલાએ માંગણી કરી છે.
વિસાવદર તાલુકામાં સીઝનનો ૧૦૦ ઇંચ કરતા પણ વધુ અતિભારે વરસાદ પડેલ છે એમાંય છેલ્લા આઠ દિવસમાં ઓક્ટોબર માસમાં સતત આઠ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયેલ છે. ખેડૂતોનો પાક ખળામાં આવે અને લણણી સમયે વરસાદ પડતા જેમને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે આ સિઝનનો વરસાદ ૨૦૦ ટકા જેટલો વરસાદ થયો છે ત્યારે ખેડૂતોને આર્થિક રાહતની ખૂબ જ જરૂરિયાત છે જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકાઓમાં અતિવળષ્ટિ સહાય મંજૂર થયેલ છે જે સારી વાત છે, પરંતુ વિસાવદરમાં અતિવળષ્ટિની નાતો સર્વે કામગીરી થયેલ છે કે, નાં કોઈ આર્થિક સહાયની જાહેરાત પણ થયેલ છે. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં મદદરૂપ થવા માટે વિસાવદર તાલુકાના દરેક ખેડૂતોને ભારત સરકાર અને ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા ખાસ મેગા રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતોને મોઢે આવેલો ઝુંટવાઈ કોળીઓ ઝૂંટવાઈ ગયો છે. આવી વિષમ પરિસ્થિતિમાં ખેડૂતોને બેઠા થવા માટે મદદરૂપ થવા માટે તાત્કાલિક વિચારણા કરી અન્ય તાલુકાઓની માફક વિસાવદર તાલુકામાં દરેક ખેડૂતોને ખાસ મેગા રાહત પેકેજ નો લાભ આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને મદદ કરે અને -ભારી મંત્રી તરીકે ખાસ વિસાવદર તાલુકાની મુલાકાત લઈ અને તાત્કાલિક મેગા પેકેજ જાહેર કરવા કોટીલાએ રાઘવજીભાઈને લેખિત રજૂઆત કરેલ છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
