તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 17th October 2024
ટંકારાના હડમતિયાની ફેક્ટરીની ડસ્ટે ખેડૂતની જણસની ધુણ ધાણી કરી નાખ્યા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસ પણ ખેડૂતોને અન્યાય
આજદિન સુધી કોઇ કાર્યવાહી નહીં ફરીયાદીને જવાબ પણ ન આપ્યો આરટીઆઇ કરી જાણવું પડશે કે તપાસ શું કરી તંત્ર સામે અનેક સવાલો ઉઠયાઃ તપાસ કરનાર સામે આક્ષેપો

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા,તા. ૧૭: તાલુકાના હડમતિયા ગામના ખેડૂત જયંતિલાલ રતીલાલ સિણોજીયા અને કાંતિલાલ અમરશીભાઈ મસોત એ મદદનીશ પર્યાવરણ ઈજનેર ગુજરાત પદુષણ નિયંત્રણ બોર્ડને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું હતું કે પોતાના હવાલા વાળી ખેતીની જમીન સર્વે નંબર ૨૪૩ પૈકી ૨ માં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ બાજુમાં રહેલ સર્વે નંબર ૨૪૭ માં આસ્થા પ્લાસ્ટ ઈન્ડસ્ટ્રીઝ અને અનંત ઈન્ડસ્ટ્રીઝ થકી ઝીણી ડસ્ટ ઉડીને ખેતરમા આવતી હોય જણસમા વ્યાપક નુકસાન થયું છે જેના કારણે ઓણુકુ સિઝન નુકસાન વેઠવાનો વારો આવ્યો હોય આ અંગે તાત્કાલીક ધટતુ કરવા રજૂઆત કરી હતી.
રજુઆત બાદ બોર્ડના અધિકારીઓ તાત્કાલિક ફરીયાદ કરતાની ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે ખેડૂતે અધિકારીએ તપાસમાં કુંડળીમાં ગોર ભાંગી નાખ્યો હોય તેમ બે મહિના જેટલો લાંબો સમય વિતયો છતા હજુ સુધી કોઈ નક્કર કે નિયમોનુસાર પગલા ભરયા ન હોવાનું હૈયા વરાળ ઠાલવી ખેડૂતે જણાવ્યું હતું આ અંગે જીપીસીબીના મહેન્દ્ર સોનીનો ટેલિફોનિક સંપર્ક કરી આં અંગે કાર્યવાહી અંગે પુછતા કોઈ જવાબ આપી શકયા ન હતા અને ગોળ ગોળ જવાબ થી કુંડળીમાં ગોળ ભાંગ્યો હોય તેમ અરજદાર ને આજે લેખિત જવાબ આપી દવ છું ની કેસેટ વગાડી હતી જોકે અમોને વધુ માહિતી ન આપતા શંકા ઉભી થઈ છે.
આ અંગે ફરીયાદી કોર્ટના દ્વાર ખખડાવવા કવાયત હાથ ધરી છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
