News of Thursday, 17th October 2024
ખંભાળીયામાં ભત્રીજાએ ફઇ ઉપર દુષ્કર્મ આચર્યુ
સગીર વયનાં કિશોરની અટકાયત : યુવતિનું મેડિકલ ચેકઅપ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૧૭: ખંભાળિયામાં એક મુસ્લિમ પરિવારમાં સગીર ભત્રીજાએ ફઈ ઉપર દુષ્કર્મ કરતાં બનાવે ભારે ચકચાર જગાવી છે.
ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા પીઆઇ સરવૈયા દ્વારા બનાવ અંગે ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરી અને આ સગીર વય ના કિશોરની અટકાયત કરવામાં આવી છે.
તથા દુષ્કર્મમાં થયેલા કપડા તથા અન્ય પુરાવાઓ એકઠા કરી અને મુસ્લિમ યુવતીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવેલું છે બનાવ અંગે સગીરના કાકા દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે.
આજના ડિજિટલ અને મોબાઈલ યુગમાં આ સગીર કિશોર દ્વારા ફઈ સાથે દુષ્કળત્ય કરવાના બનાવે સભ્ય સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
