<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

ભાણવડ પંથકમાં ખેતર-વાડીમાં પાથરેલી ફિશીંગ નેટમાં ફસાયેલા સાપ સહિતનાં સરીસૃપોને નવજીવન આપતા સેવાભાવીઓ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭: ભાણવડ પંથકમાં છેલ્લા પંદર વર્ષથી સરીસળપ બચાવ કાર્ય સાથે સંકળાયેલ રેસકયુઅરો દ્વારા ભાણવડ તાલુકાના ગામોમાં જ્‍યારે સાપ, અજગર, મગર જેવા સરીસળપ જોવા મળે, ત્‍યારે સ્‍થળ પરથી વિનામૂલ્‍યે બચાવ કાર્ય કરી અને પ્રાકળતિક આવાસમાં મુક્‍ત કરવાની અબોલ જીવ બચાવની સેવા પ્રવળત્તિ કરવામાં આવી રહી છે.

ત્‍યારે છેલ્લા ત્રણેક માસમાં ૪૧ જેટલા સાપ જે ખેતર/વાડીમાં પાથરેલ ફિશીંગ નેટમાં ફસાયા હોય ત્‍યારે એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ અને અન્‍ય સભ્‍યો દ્વારા આ સાપોને સફળતા પૂર્વક ફિશીંગ નેટમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી અને પ્રાકળતિક આવાસમાં મુક્‍ત કરી નવજીવન અપાયું હતું. વળી વાડી/ખેતરમાં આવી ફિશીંગ નેટને બદલે અન્‍ય વિકલ્‍પો અપનાવવા ખેડૂતો ને અપીલ પણ કરાઈ હતી, જેથી આવા જીવોને તેઓના જીવ ગુમાવવાનો વારો ન આવે.

(12:15 PM IST)