News of Thursday, 17th October 2024
જામનગરમાં તલવાર રાસ, ગરબા, મણિયારો રાસ તથા વિકાસ ગીતોએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા
રણમલ તળાવ ખાતે વિકાસ સપ્તાહ ઉજવણીનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લખેલા ‘આવતી કળાય' ગરબા પર રાસ મંડળીના ખેલૈયાઓએ મનમોહક રાસ રજૂ કર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીની તેમની ૨૩ વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પદ્ધતિથી લોકો જાગળત થાય તે માટે તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યમા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.જે ઉજવણીનો ભવ્ય સમાપન સમારોહ મેયર વિનોદભાઈ ખીમસૂર્યાના અધ્યક્ષ સ્થાને જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કલકરાઓએ રંગારંગ સાંસ્કળતિક કળતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લખેલા ‘આવતી કળાય' ગરબા પર રાસ મંડળીના ખેલૈયાઓએ મનમોહક રાસ રજૂ કર્યો હતો. જ્યારે આભમાં ઉગેલ ચાંદલો ગીત પર ખેલાયેલ ઢાલ-તલવાર રાસે સૌને અચંબિત કર્યા હતા. તો ભર્યા સરોવર બોલ પર રજૂ થયેલ મણિયારા રાસની પણ એટલી જ ઉત્કળષ્ટ રજૂઆત થઈ હતી. સાથે સાથે કલાકારોએ વિકાસ ગીત તથા વિવિધ ગરબા રજૂ કરી સમગ્ર માહોલ દેશભક્તિમય બનાવ્યો હતો.
કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, શાસક પક્ષના નેતા આશીષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, નગર શિક્ષણ સમિતિના ચેરમેન પરષોત્તમભાઈ કકનાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર ડી.એ.ઝાલા, ભાવેશભાઈ જાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી, આગેવાન સર્વ વિમલભાઈ કગથરા, વિજયસિંહ જેઠવા સહિત સ્થાનિક કલાકારો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
