<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

મીઠાપુર નજીક બાઇક સ્‍લીપ થતા યુવાનનું મૃત્‍યુ : મિત્ર સામે ફરિયાદ

 

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૭: ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલા મૂળવેલ તથા મૂળવાસર ગામ વચ્‍ચે જી.જે. ૩૭ એલ ૩૬૯૬ નંબરના મોટા સાયકલ લઈને જઈ રહેલા રઘુકુમાર નરેશ પ્રસાદ કુસવાહા (મૂળ રહે. બિહાર, હાલ સુરત) એ પોતાનું મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા આ મોટરસાયકલ સ્‍લીપ થઈ જવા પામ્‍યું હતું. જેના કારણે બાઇકની પાછળ બેઠેલા તેમના મિત્ર હરીસંગભા નાગશીભા કેરને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મળત્‍યુ નીપજ્‍યું હતું. આ અકસ્‍માત બાદ આરોપી રઘુકુમાર તેનું મોટરસાયકલ લઇને નાસી છૂટયો હોવાનું જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે મળતક હરીસંગભાના પિતા નાગશીભા કાયાભા કેર (ઉ.વ. ૬૪, રહે. હાલ જામનગર, મૂળ રહે. ગોરીંજા - દ્વારકા)ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે આરોપી બાઈક ચાલક રઘુકુમાર નરેશ પ્રસાદ સામે ભારતીય ન્‍યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત દ્વારા હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયાના યુવાને ઝેરી ટીકડા ગળી જતા મળત્‍યુ

ખંભાળિયામાં આવેલી કણઝાર હોટલ પાસે રહેતા પ્રકાશભાઈ ધીરજલાલ જાદવાણી નામના ૪૦ વર્ષના યુવાને ગત તારીખ ૧૬ ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્‍ય કારણોસર ઝેરી દવાના ટીકડા પી જતા તેમને સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં સારવાર દરમિયાન તેમનું મળત્‍યુ નિપજ્‍યું હતું. આ બનાવ અંગેની જાણ કિશોરભાઈ ધીરજલાલ જાદવાણી (ઉ.વ. ૫૦, રહે. જામપર) એ અહીંની પોલીસને કરી છે.

માસના ટુકડા જાહેરમાં ફેંકી દેતા ફરિયાદ

દ્વારકામાં હાથી ગેટની સામેના વિસ્‍તારમાં રહેતા પરસોતમ ઉર્ફે મનસુખ ઉર્ફે ટુકડો વેલજીભાઈ પરમાર અને જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્‍તારમાં રહેતા દીપક કરસન સોલંકી નામના બે શખ્‍સો દ્વારા ગૌવંશનું કોઈ પણ તીક્ષ્ણ હથિયાર કે શષા વડે મોતની નીપજાવી અને તેના ટુકડા તથા પગના ટુકડા જાહેર માર્ગ પર ફેંકી દીધા હતા. દ્વારકાના હેડ કોન્‍સ્‍ટેબલ રાજદિપસિંહ હરિヘંદ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ઉપરોક્‍ત બંને શખ્‍સો સામે ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા ભારતીય ન્‍યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. ડી.એચ. ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાવી છે.

ભીમરાણાના યુવાનને છરી બતાવીને ધમકી

ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા મેઘરાજ હાજાભા ભગાડ નામના ૨૩ વર્ષના યુવાન ગત તારીખ ૧૪ ના રોજ ભીમરાણા ગામે આવેલા મોગલ માતાજીના મંદિરે હતા. ત્‍યારે કાળા કલરની હેરિયર ગાડીમાં આવેલા મહાવીરસિંહ જયેન્‍દ્રસિંહ વાઢેર (રહે. ભીમરાણા) એ ફરિયાદી મેઘરાજને પહેલ કે ‘‘તું અને તારો બાપ મારી અને પરબતભા કનુભા માણેક વચ્‍ચેની માથાકૂટમાં કેમ રસ લ્‍યો છો?'' તેમ કહી, બિભત્‍સ ગાળો કાઢી, છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

દ્વારકાનો શખ્‍સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

દ્વારકામાં આવળપરા વિસ્‍તારમાં રહેતા રવિ મહેન્‍દ્રભાઈ માલવી નામના ૩૪ વર્ષના કુંભાર શખ્‍સને પોલીસે વિદેશી દારૂના ચાર ચપલા સાથે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.

ઓખાના મફતિયા પરા વિસ્‍તારમાં રહેતા સીદીયાભા આશપારભા માણેક નામના ૨૯ વર્ષના શખ્‍સને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઇ, મુદામાલ કબજે કર્યો હતો.

ભાણવડ, કલ્‍યાણપુરમાં બે આસામીઓ સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી

ભાણવડના કૈલાશ નગર વિસ્‍તારમાં રહેતા સુમિતાબેન ધર્મેશભાઈ રાવલિયા (ઉ.વ. ૪૪) એ પોતાની માલિકીની દુકાન તથા વાળો પરપ્રાંતિય આસામીને ભાડે આપી સ્‍થાનિક પોલીસને જાણ કરી ન હતી. આ જ રીતે કલ્‍યાણપુર તાલુકાના માંગરીયા ગામે રહેતા ધર્મેન્‍દ્રસિંહ સહદેવસિંહ જાડેજા નામના યુવાને પોતાનું મકાન ભાડુઆતને આપીને આ ભાડુઆતના આધાર પુરાવા સ્‍થાનિક પોલીસમાં જમા ન કરાવતા આ અંગે પોલીસે જાહેરનામા ભંગની કલમ હેઠળ બંને સામે કાર્યવાહી કરી હતી.

(1:50 PM IST)