<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

જુનાગઢમાં ગિરીશભાઇ કોટેચા દ્વારા બાળાઓને ભોજન : પૂ. મુકતાનંદબાપુની ઉપસ્‍થિતિ

જુનાગઢ : જૂનાગઢ શહેર ગિરનાર દરવાજા ખાતે આવેલ ગીરીશભાઈ કોટેચાના નિવાસસ્‍થાન ગિરિરાજ વિલા ખાતે દર વર્ષેની જેમ આ વર્ષે પણ કોટેચા પરિવાર દ્વારા જૂનાગઢ શહેર તથા આસપાસનાં ગામડાની અંદાજિત ૨૪૨ ગરબીઓમા બાળાઓને ગોરણી કરી જમાડવામાં આવે છે. સતત ત્રણ દિવસ સુધી આ ભગીરથ કાર્ય ચાલે છે. ત્રીજા દિવસે ૬૬૦૦ દીકરીઓએ પ્રસાદ લીધો હતો. શ્રી કોટેચા પરિવારે તમામ દીકરીઓને લહાણી રૂપે ભેટ આપી કુમકુમ તિલક કરી સ્‍વાગત કર્યું હતું. ચાંપરડાનાં પૂજય મહંત શ્રી મુક્‍તાનંદજી બાપૂએ ખાસ હાજર રહી દીકરીઓ તથા કોટેચા પરિવારને આ ભગીરથ કાર્ય કરવા બદલ આશીર્વચન પાઠવ્‍યા હતા. (અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(1:44 PM IST)