હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદરમાં પોલીસ પરિવાર દ્વારા શરદોત્સવના રાસની રંગત
શરદોત્સવમાં એસ.પી. ભગીરથસિંહ ડીવાયએસપી સુરજીત મહેડુ, ડીવાયએસપી ઋતુ રાબા સાથે રાસમાં પાલિકા પ્રમુખ ચેતનાબેન, બાબુભાઇ બોખીરીયા રાજપૂત સમાજના પ્રમુખ રાજભા વિવિધ સમાજના આગેવાનો પત્રકારો જોડાયા

પોરબંદરઃ પોલીસ હેડકવાર્ટરમાં પોલીસ જવાનો માટે એક દિવસીય શરદપૂર્ણિમાના રાસોત્સવનું આયોજન કરાયું હતું. શરદપૂર્ણિમાના આ રાસોત્સવ પ્રસંગે પોરબંદર પોલીસ દ્વારા શહેરના અગ્રણીઓ અને પત્રકારોને પણ આમંત્રીત કરી આયોજન કરવામાં આવ્યું હતું. લોકોની સુરક્ષા માટે ફરજ બજાવતા રક્ષકો એવા પોલીસ જવાનો આનંદભેર તહેવારની ઉજવણી કરી હળવાશ અનુભવ કરી શકે તેવા શુભ હેતુથી જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. આ રાસોત્સવમાં પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, પુર્વ મંત્રી બાબુભાઇ બોરીરિયા, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા તથા રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા તથા પોરબંદરના વિવિધ સમાજના અગ્રણીઓ તથા વિવિધ વિભાગ ખાતાના અધિકારીઓ તથા પત્રકારોએ હાજરી આપી હતી. શરદ ઉત્સવમાં જિલ્લા વડા ભગીરથસિંહ જાડેજાએ, ડીવાયએસપી સુરજીત મહેડુ, ડીવાયએસપી ઋતુ રાબા તેમજ પોલીસ પરિવાર સંગીત તાલે ગરબે રમ્યાએ અને સૌને રમડયા હતા આનંદભેર શારદોત્સવની ઉજવણી કરી હતી. તે તસ્વીરો. (તસવીરઃ પરેશ પારેખ-પોરબંદર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
