News of Thursday, 17th October 2024
જૂનાગઢમાં ક્રિકેટ ગ્રાઉન્ડને ખુલ્લુ મુકતા હર્ષદ મહેતા

જૂનાગઢ : રેન્જના પોલીસ મહાનિરિક્ષક નીલેશ જાજડીયાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પોલીસ કલ્યાણ પ્રવૃતિના ભાગરૂપે ગીરનારની ગોદમાં જૂનાગઢના આંગણે લોક ભાગીદારીથી પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ખાતે બનેલ આધુનિક લોન, ટર્ફ વિકેટ ધરાવતુ જૂનાગઢ જીલ્લાનું સૌથી શ્રેષ્ઠ ક્રિકેટ ગ્રાઉન્ડ જાહેર જનતાના રમવા માટે તથા ભવિષ્યમાં આ શ્રેષ્ઠ ફેસીલીટી અને ગ્રાઉન્ડનો ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી તૈયાર કરવા માટે ઉપયોગી થઇ શકે તે માટે જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા ખુલ્લુ મુકવામાં આવેલ છે. સદરહું ક્રિકેટ ગ્રાઉન્ડ જાહેર જનતાને રમવા માટે ભાડેથી આપવામાં આવશે. તેમજ ગ્રાઉન્ડ ભાડેથી મેળવવા માટે પોલીસ અધિક્ષક શ્રીની કચેરી જૂનાગઢ ખાતે આવેલ પોલીસ ઇન્સ્પેકટર એલ.આઇ.સી. શાખાનાઓની તેમજ પો.ઇ. કે.એમ.પટેલ એલ.આઇ.બી. શાખા મો. ૯૯૨૫૦ ૪૦૫૫૦, પો.સ.ઇ. ડીે.એમ.જલુ એલ.સી.બી. શાખા મો. ૯૯૭૪૧ ૩૮૨૭૪, પો. હેડ કોન્સ. રવિભાઇ ખેર એસ.ઓ.જી. શાખા મો. ૯૭૧૪૪ ૮૪૦૪૮ ઉપર સંપર્ક કરવાનો રહેશે. આ તકે ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા, એલસીબી પીઆઇ જે.જે.પટેલ, એસઓજી પીઆઇ પી.કે.ચાવડા નેત્રમ શાખાના પીએસઆઇ પ્રતિમ મશરૂ સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
