<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

પોરબંદરના મંડેરમાં વીજળી ત્રાટકી : ભેંસ અને પાડી બન્નેના મોત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭ :  નજીકના મંડેર (ઘેડ)માં આકાશમાંથી વીજળી પડતા વાડીમાં રહેલી ભેંસ અને પાડી બન્નેના મોત નીપજયાં હતાં.

ગઇકાલે સાંજે ઘેડ પંથકમાં વાતાવરણમાં પલટો આવેલ અને પવન ફુંકાયો હતો. આકાશમાં વીજળીના કડાકા ભડાકા વરસાદના ઝાપટાં દરમિયાન મંડેર (ઘેડ)માં વાડીમાં વીજળી ત્રાટકતા ભેંસ અને પાડી બન્નેેના મૃત્યુ થયાં હતાં.

(2:28 PM IST)