News of Thursday, 17th October 2024
ગાઝીયાબાદના યુવકે બ્લેકમેઇલ કરતા મીઠાપુરની પરણીતાએ ગળેફાંસો ખાઈ જીવ દીધો:પતિએ પણ આત્મહત્યા કરતા ચકચાર
ત્રણ મહિના પહેલા જ લગ્ન થયેલા:પત્નીને એક વર્ષ પહેલા વિકી સક્સેના નામના ગાજીયાબાદના યુવાન સાથે મેળાપ થતા અને ઓનલાઇન ચેટિંગ કરતાં ફોટા પાડી લીધા હતા

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળિયા : દ્વારકા જિલ્લાના મીઠાપુર સુરજ કરાડીના જયેશ રવજી ભરડવા કુંભાર (ઉંમર વર્ષ 30)નામના પ્રજાપતિ યુવાનની પત્ની 28 વર્ષની હતી એક વર્ષ પહેલા ગાઝિયાબાદ દિલ્હીના વિકી શકશેના સાથે સંપર્કમાં આવી હતી તેના લઈ અને બ્લેકમેલિંગ કરવાની ધમકી આપતા 20 દિવસ પહેલા આ મહિલાએ આત્મહત્યા ગળાફાંસો ખાઈને કરી હતી એની બે દિવસ પહેલા પોલીસ ફરિયાદ થયા પછી આ કરૂણ બનાવમાં આજે આ જયેશ ભરડવા (ઉંમર વર્ષ 30)એ પણ પત્નીના વિયોગમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતા બ્લેકમેલિંગ કરવાના બનાવમાં પત્ની બાદ પતિનું પણ મૃત્યુ થતાં સમગ્ર દ્વારકા જિલ્લામાં પ્રજાપતિ સમાજમાં ભારે ચકચાર જગાવી છે
ત્રણ મહિના પહેલા જ આ જયેશભાઈના એમની પત્ની સાથે લગ્ન થયેલા અને એની પત્નીને એક વર્ષ પહેલા વિકી શકશેના ના નામના ગાજીયાબાદના યુવાન સાથે મેળાપ થતા અને ઓનલાઇન ચેટિંગ કરતાં ફોટા પાડી લીધા હોય તેને કારણે એની પત્ની મૃત્યુ પામી હતી એની પત્નીનો રસ્તો જ એના પતિ એ પણ અપનાવી અને આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં કરુણતા સાથે ભારે ચપચાર જાગી છે સાગર રાઠોડ તથા મીઠાપુર પીઆઇ ટી સી પટેલ તપાસ ચલાવી રહ્યા છે
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
