News of Thursday, 17th October 2024
દેશદેશાવરમાં ગૌરવપૂર્ણ સ્થાન શોભાવતા મોરબી નવયુગ ગ્રુપના હજારો ભૂતપૂર્વ વિધાર્થીઓ તા 27 મીએ મોરબીમાં.
સિલ્વર જ્યુબીલી વર્ષની ઉજવણી નિમિતે સંસ્થાએ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહીત કર્મચારી ગણને પણ આમંત્રણ પાઠવ્યા.

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ નિમિત્તે આગામી તારીખ 27 ઓક્ટોબર ને રવિવારના રોજ સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણીનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સિલ્વર જ્યુબિલીની ઉજવણી તારીખ 27 ઓક્ટોબર ને રવિવારે સાંજે 4-30 થી 8-30 દરમિયાન મોરબી-રાજકોટ હાઈવે પર આવેલા નવયુગ સંકુલ/નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે કરવામાં આવશે. જેમાં નવયુગમાંથી અભ્યાસ કરીને ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ સ્ટાફ મિત્રોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે. જેના માટે રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. કાર્યક્રમમાં પધારનારને 25 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને પ્રશિસ્ત પત્ર આપવામાં આવશે. સાથે જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ સ્ટાફ મિત્રોમાંથી કોઈએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી હશે તો તેઓનું સન્માન કરવામાં આવશે. જેમકે MD હોય અને પોતાની હોસ્પિટલ હોય, ક્લાસ 1 ઓફિસર, સામાજિક, રાષ્ટ્રીય, રાજકીય કે ધાર્મિક ક્ષેત્રે ઉચ્ચ પદ પ્રાપ્ત કરેલ હોય તેમને તેથી આવી વ્યક્તિએ પોતાના નામ અને હોદ્દાની વિગત મો.નં. 95748 72583 પર લખાવી દેવા જણાવાયું છે.
આ સિલ્વર જ્યુબિલીની ઉજવણીમાં આવવા માટે GIDC શનાળા રોડ ઉપરથી બસની વ્યવસ્થા રાખવામાં આવશે. જેથી અહીં સૌ કોઈ પોતાના વાહન લઈને આવે તેમ જણાવાયું છે. બહારગામથી આવતા કે આગલા દિવસે આવતા લોકો માટે રહેવાની પણ વ્યવસ્થા નવયુગ સંકુલ ખાતે કરવામાં આવશે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
