તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
જૂનાગઢમાં ૩ શખ્સોને વિદેશી દારૂની ૯૯ બોટલ સાથે ઝડપી લેતી પોલીસ
દારૂ તથા વાહન સહિત ૯૮,૯૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮ : જૂનાગઢમાં ૩ શખ્સને વિદેશી દારૂની ૯૯ બોટલ સાથે પોલીસે ઝડપી લઇ દારૂ તથા વાહન મળી કુલ રૂપિયા ૯૮,૯૪૦નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
જૂનાગઢમાં અગાઉ દારૂ કેસમાં પકડાયેલ શહેરમાં ટીંબાવાડીમાં આવેલ પટેલ સમાજ પાછળ આંબેડકર નગરમાં રહેતો ૨૫ વર્ષીય વિપુલ રમણીક ચાવડાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે મધુરમ બાયપાસ શ્રીનગર સોસાયટી પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં રૂપિયા ૧૦૨૦ કિંમતના ઇંગ્લિશ દારૂની ૬ બોટલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત સી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મધુરમ બાયપાસ બાલાજી હાઇટ્સ સામે અર્પણ એપાર્ટમેન્ટ પાછળથી લીરબાઈ પરામાં રહેતો રામદે ભૂરા ઓડેદરાને જીજે ૧૧ સીકે ૪૫૮૯ નંબરના મોપેડ પર ઇંગ્લિશ દારૂની ૪૪ બોટલ લઈ જતો પકડી પાડી કુલ રૂપિયા ૫૦,૬૩૬નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ જ ઙ્કમાણે સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે મધુરમ બાયપાસ પાસે આવેલ બાલાજી હાઈટ્સ નજીકનો મંગલધામ ૧નાં વળંદાવન નગરમાં રહેતો પંકજ ખીમજી ચાવડાને પણ જીજે ૦૪ એલકે ૦૦૯૪ નંબરના મોપેડ પર રૂપિયા ૭૨૮૪ના કિંમતનાં વિદેશી દારૂની ૪૯ બોટલ લઈ જતો ઝડપી લઇ દારૂ તથા મોપેડ મળી કુલ રૂપિયા ૪૭,૨૮૪નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
