News of Friday, 18th October 2024
ધોરાજીમાં ભક્તશ્રી તેજાબાપા અન્નક્ષેત્ર મંડળ દ્વારા શરદ પુનમની ઉજવણી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૧૮ : ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટસ્ટ નેત્રયજ્ઞ સમીતી દ્વારા શરદ પૂનમ દિને ભકત શ્રી તેજાબાપાની જન્મ જયંતી ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયૂ હતું.
જેમાં સંસ્થાના પ્રમુખ આર કે કોયાણી તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, હિતેશભાઈ કોયાણી, ખોડલધામ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ વોરા, માધવ ગૌશાળા ટ્રસ્ટના ભુપતભાઈ કોયાણી, ક્રિસ્ટલ એકેડેમીના વિમલભાઈ કોયાણી, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, જિલ્લા સહકારી અગ્રણી જેડી બાલધા, ધોરાજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામભાઈ હેરભા, ભરતભાઈ બગડા તેમજ ધોરાજી શહેરના આગેવાનો ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલા હતા.
ભકત શ્રી તેજાબાપાની જગ્યા ખાતે મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભાવીકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી સુરેશભાઈ વઘાસિયા દ્વારા કરવામાં આવેલ હતું
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
