<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

જૂનાગઢના શાપુર - સરાડીયા રેલ્‍વે લાઇન પુનઃ સ્‍થાપીત કરવાની કામગીરી ગતીમાં: ડો.મનસખુભાઇ માંડવીયા

પ્રતિનિધિ મંડળને દિલ્‍હી આવવાનું આમંત્રણ આપતા કેન્‍દ્રીય મંત્રી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૮:  તા. ૨૨/૬/૧૮૯૩ ના ભારે પુર હોનારતમાં વંથલી-શાપુર નજીક મેઘપુર રેલ્‍વે ટ્રેકનો અમુક ભાગ ધોવાણ થયા બાદ ૧૯૮૭ માં ભારતના રેલ્‍વે નકશા માંથી નાબુદ કરી ૧૯૯૨માં રેલ્‍વેના આટલા સમય બાદ ન નીલામ રેલ્‍વે દ્વારા કરી દેવામાં આવ્‍યું હતુ.

સોરઠના સર્વાગી વિકાસમા૭ે શાપુર, સરાડીયા ટ્રેન ૪૪.૪૫ કીમી ની સ્‍થાપિત કરી આ ટ્રેનને બ્રોડગેઇઝમાં ફેરવી તેમજ સરાડીયાથી આગળ૩૩. કીમી. અને પત્રકાર રાકેશ લખલાણી વોઇસ ઓફ સોરઠના નેજા નીચે બીજરાજકીય લડત હાથ ધરી રાણાવાવ, કુતીયાણા, સરાડીયા, બાંટવા, માણાવદર, વંથલી, શાપુર સહિતના લોકોને સાથે રાખી પુર્વ સાંસદ રમેશભાઇ ધડુકની આગેવાની નીચે ચાર-ચાર વખત કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી અશ્વીન વૈશ્વને રૂબરૂ મળી  લેખીત રજૂઆત કરી આ ટ્રેનને પુન સ્‍થાપિત કરવા કેન્‍દ્ર સરકારે આ વાત સ્‍વીકારી નેરોગેઇજ માંથી બ્રોડ ગેઇજમાં ફેરવાનું તાત્‍કાલીક સર્વે હાથ ધરેલ હતો.      

વોઇસ ઓફ સોરઠના નેજા નીચે તા. ૧૧/૦૩/૨૦૨૪ ના લોક પ્રણેતા રાકેશભાઇ લખલાણીએ બાંટવા ખાતે બીનરાજકીય  આંદોલનના મંડાણ કરતા આંદોલનના આઠમાં દિવસે કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા તે સમયે પોરબંદર લોકસભાના સાંસદ તરીકે ભાજપ માંથી ચૂંટણી લડી રહ્યા હતા. ત્‍યારે આચાર સંહિતાના કારણે તેઓ આંદોલન કાર્યો સાથે રૂબરૂ આવી શકતા ન હોય જેથી રમેશભાઇ ઘડુકને મોકલીઆ પ્રશ્ન અત્‍યંત જરૂરી અને સાપેક્ષ હોય અને સોરઠના વિકાસ માટે જરૂરી હોવાની વાતચીત કરી આંદોલનકારી રાકેશભાઇ લખલાણીને પારણા કરાવેલા હતા અને ચૂંટણી બાદ આ કામગીરી હાથ ધરવાની ખાત્રી આપ્‍યા બાદ તા. ૧૧/૧૨/૨૦૨૩ ના ઉપલેટા ખાતે બ્‍લડ ડોનેશનના કાર્યક્રમમાં આ પ્રશ્ન અંગે રૂબરૂ લેખીત રજુઆત તથા આવેદન રેલ્‍વે મંત્રીને સંબોધીને મનસુખભાઇ માંડવીયાને આપેલ હતુ ત્‍યારે પણ મનસુખભાઇ માંડવીયા એ રેલ્‍વે મંત્રીશ્રી સાથે આ વાત આગળ ચલાવી હોવાનું જણાવેલ હતું તાજેતરમાં ઉપલેટા નેશનલ હાઇવે પર પોરબંદર મત વિસ્‍તાર ભાજપના મધ્‍યસ્‍થી કાર્યાલય ગોરસ ના ઉધ્‍ઘાટન પ્રસંગે વોઇસ ઓફ સોરઠના પ્રણેતા રાકેશભાઇ લખલાણી તથા બાંટવાના પુર્વ નગરપતિ ગણપત મોરી (જેઠાભાઇ) એ રૂબરૂ આ  અંગેની રજૂઆત કરતા કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવેલ હતુ કે આ કામ ગતીમાં   છે તમો દિવાળી બાદ દિલ્‍હી આવો તેમ જણાવેલ હતું.

(11:19 AM IST)