News of Friday, 18th October 2024
કઠણાઇઃ મગફળી તૈયાર છે, ઉપાડવી છે, પરંતુ લગભગ દરરોજ વરસાદ હાજરી પુરાવી દે છે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા.૧૮: આ વિસ્તારના ખેડુતોની અત્યારે કઠણાય બેઠી હોય તેવુ વાતાવરણ ઉભુ થયુ છે. મગફળીનો પાક તૈયાર થઇ ગયેલો છે, ઉપાડવા માટેની સંપૂણસ્ તૈયારી છતા લગભગ દરરોજ વરસાદ હાજરી પુરાવી જતા મગફળી ઉપાડી શકતા નથી.
સામાન્ય રીતે ૯૦ દિવસનો પાક ગણાતા મગફળીનું વાવેતર થયાના ૯૦ દિવસ થઇ ગયેલા છે અને તેમાએ જે ખેતરમાં પાણીની થોડી ઘણી પણ સગવડતા હતી એ ખેડુતોએ મગફળીનું આગોતરૂ વાવેતર કર્યુ હતું. અને આ આગોતરા વાવેતરવાળી મગફળી તો ઘણા દિવસો પહેલા ઉપાડવાની પણ શરૂઆત થઇ ગયેલી છે અને અત્યારે લગભગ દરરોજ વધતા ઓછા પ્રમાણમાં આવતા વરસાદથી આ આગોતરાવાળી મગફળીમાં કેટલુક નુકશાન પણ થયેલુ છે.
પરંતુ અત્યારે ખરી કઠણાયો વાવણીજોગ વરસાદ થયા પછી જે મગફળીનું વાવેતર થયેલ છે. તેના માટે ઉભી થયેલી છે. ૯૦ દિવસનો ગણાતો આ પાક તૈયાર થઇ ગયેલો છે અને ઉપાડવાની સંપુર્ણ તૈયારી પણ છે પરંતુ લગભગ દરરોજ વરસાદ થોડી ઘણી હાજરી પુરાવી દે છે પરિણામે ખેતર સુકાતા નથી મગફળી ખેતરમાંથી ઉપાડી શકાય તેવુ વાતાવરણ ઉભુ થતુ નથી અને જો હવે આ સ્થિતિ વધારે સમય માટે લંબાઇ તો પાકને નુકશાન થવાનો પણ ખતરો ખરા.
મગફળી ઉપાડી લઇ ખેતરો સાફ કરી તેના પગલે ઘંઉનું વાવેતર કરવાની પણ ખેડુતો દ્વારા તૈયારી થયેલી છે પરંતુ લાખ નહિ કરોડ રૂા.નો સવાલ છે કે ખેતર સાફ થાય ત્યારે આ બધુ થઇ શકે બાકી દરરોજ આકાશ સામે જોઇ અને બેસવાનું
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
