<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

સાવરકુંડલા તાલુકામાં વરસાદથી પાકનુ નુકશાન થતા સહાય ચુકવવા મહેશ કસવાલાની માંગણી

રાધવજીભાઇ પટેલને પત્ર પાઠવીને રજૂઆત

(ઇકબાલ ગોરી દ્વારા)  સાવરકુંડલા તા. ૧૮: ધારાસભ્‍ય મહેશ કસવાલાએ કૃૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલને પત્ર પાઠવીને સાવરકુંડલા તાલુકામાં ભારે વરસાદના કારણે નિષ્‍ફળ ગયેલ પાકનો સર્વે કરીને સહાય ચુકવવા માંગ કરી છે.

મહેશ કસવાલાએ વધુમાં જણાવ્‍યું કે સાવરકુંડલા તાલુકામાં તાજેતરમાં ભારે થી અતિભારે વરસાદના કારણે ખેડૂતનો તૈયાર થયેલ પાક નિષ્‍ફળ ગયેલ છે. સાવરકુંડલા તાલુકાના આંબરડ,થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી ઉપરાંત આજુબાજુ વિસ્‍તારમાં ખુબજ પવન સાથે અતિભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો ખેતીનો પાક શીંગ, કઠોળ તેમજ કપાસના પાક ને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે. અને લીલા દુષ્‍કાળની પસ્‍થિતિ સર્જાયેલી છે. જેથી ખેડૂતોને આર્થીક રીતે મદદરૂપ થઇ શકાય તે માટે થયેલ નુકશાનનો તાત્‍કાલીક સર્વે કરાવી સરકારશ્રીના નિયમો મુજબ સહાય ચુકવવા માટે અનેક ખેડૂતો દ્વારા મોૈખીક રજૂઆત કરેલ છે.

ખેડૂતોને હિતને ધ્‍યાનમાં રાખી અને આર્થીક રીતે નુકશાન ન થાય તે માટે સર્વે કરાવી તાત્‍કાલીક નિયમો મુજબની આર્થીક સહાય ચુકવવા માંગ કરી છે. 

(11:22 AM IST)