<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

કાલે જુનાગઢનાં પોલીસ હોલ ખાતે હરતા-ફરતા પુસ્‍તકાલયનું એસપી હર્ષદ મહેતાના હસ્‍તે લોકાર્પણ

ચાંપરડાના પૂ. મુકતાનંદબાપુ આર્શિવચન પાઠવશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૮ :.. કાલે જુનાગઢના પોલીસ હોલ પરેડ મેદાન જલારામ સોસાયટી ખાતે સાંજે પ.૩૦ કલાકે ફરતા પુસ્‍તકાલયનું એસપી શ્રી હર્ષદ મહેતાના વરદ હસ્‍તે લોકાપર્ણ થનાર છે.

જેમા ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયા કેળવણીકાર ગીજુભાઇ ભરાડ, ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યા સહિતના ઉપસ્‍થિત રહેશે. અને અખિલ ભારત સાધુ સમાજના  અધ્‍યક્ષ પૂ. મુકતાનંદબાપુ આશિવર્ચન આપશે.

પુસ્‍તક પ્રેમ અને પુસ્‍તક વાંચન માટે કટિબધ્‍ધ વાંચન વલોણુ દ્વારા એક અર્થ પુર્ણ કાર્યક્રમનું આયોજન કરેલુ છે. જેમાં કરૂણામૂર્તિ સંત શ્રી મુકતાનંદબાપુ દ્વારા પ્રાપ્ત થયેલ ફરતા પુસ્‍તકાલયનું લોકાપર્ણ થનાર છે.

આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા વાંચન સાહિત્‍યપ્રેમીઓને વાંચન વલોણુ પરિવાર વતી એલ. વી. જોષીએ નિમંત્રણ પાઠવ્‍યું છે.

(11:23 AM IST)