તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
કોટડા સાંગાણીના પીપલાણામાં પત્નિ સાથે ઝઘડો થતાં વનરાજે ઝેર પી લીધું

રાજકોટ તા. ૧૮: કોટડા સાંગાણી તાબેના પીપલાણા ગામે બાબુભાઇ જીવાભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ દાહોદના વનરાજ હરમલભાઇ નિનામા (ઉ.વ.૨૨)એ રાતે ઝેરી દવા પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણાએ કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી.
વનરાજના કહેવા મુજબ તેને પત્નિ સાથે પાંચ મહિનાનો દિકરો રડતો હોઇ તે બાબતે ઝઘડો થતાં માઠુ લાગી જતાં ઝેરી દવા પી લીધી હતી. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
