News of Friday, 18th October 2024
ઉના સહજાનંદધામનો રવિવારે આચાર્ય દેવવ્રતજીના હસ્તે શિલાન્યાસ
સાથે સ્વામિનારાયણ ગુરૂકુળનું દેવકૃષ્ણદાસજીના હસ્તે ભૂમિપુજન કરાશેઃ પુરાણી સ્વામી ધર્મવલ્લભ સ્વામીની ધર્મસભા

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૮: ગીર ગઢડા રોડ ઉપર વિશાળ જગ્યા ઉપર નિર્માણ પામતું સહજાનંદ ધામ અને શ્રી, સ્વામિનારાયણ ગુરુકુળની ભૂમિ પૂજન અને શિલાન્યાસ અને ધર્મ સભા તા.૨૦ રવિવારે યોજાશે સહજાનંદધામનો શિલાન્યાસ કરવા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આવશે. સ્વામીનારાયણ ગુરૂકુળનું ભૂમિપુજન દેવકૃષ્ણદાસજીના હસ્તે કરાશે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઊના દ્વારા ગીર ગઢડા રોડ પાસે જમીનના દાતાઓના સહકારથી તા,૨૦ સવારે આઠ કલાકે વડતાલ શ્રી, લક્ષ્મીંનારાયણ દેવ ગાદી સંસ્થાનના પીઠાધીપતિ પ. પૂ. ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી, રાકેશ પ્રસાદજી મહારાજ અને પ.પૂ. સંત ગુણ વિભૂષિત ગુરુવર્ય શ્રી, દેવકળષણ દાસજી સ્વામીના શુભ આશીર્વાદથી પ. પૂ સદગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રકાશ દાસજીની પ્રેરણાથી સદગુરું પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામિ સદવિધ્યા ધામ સ્વરૂપ ગુરુકુળ અને અનુપમ સહજાનંદ ધામ ના નિર્માણ માટે પૂ સંત ગુણ વિભૂષિત ગુરુવર્ય શ્રી, દેવ કળષ્ણદાસજી સ્વામિ હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવશે.
શિલાન્યાસ વિધિ ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ શ્રી, દેવવ્રતજી ના હસ્તે શિલાન્યાસ વિધિ કરવામાં આવશે. સમગ્ર ગુજરાત ભરમાંથી સંતો અને મહંતો અને આગેવાનો અને હરિભકતો મોટી સંખ્યામાં હાજરી આપશે અને આ પ્રસંગે આશીર્વાદ સભામાં પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભ સ્વામિ અને અન્ય સ્વામિ પ્રેરક પ્રવચન આપશે તમામ ભક્તજનોને પધારવા ઊના સ્વામિ નારાયણ ગુરુકુળના સ્વામિ હરિવદનસ્વામિએ એક યાદીમાં નિમંત્રણ આપેલ છે
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
