તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
ગોંડલના ભોજપરા ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં સાયદાબેનનું મોત
નેશનલ હાઇવે ઉપર રીક્ષાને ઉલાળી કાર ચાલક છનનઃ રીક્ષામાં બેઠેલા અન્ય ૩ને ઇજા

રાજકોટ તા. ૧૮ :.. ગોંડલના ભોજપરા ગામ પાસે નેશનલ હાઇવે ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં કાર ચાલક રીક્ષાને ઉલાળી નાસી છૂટતા રીક્ષામાં બેઠેલા મહિલાનું મોત નિપજયું હતું. જયારે અન્ય ત્રણને સામાન્ય ઇજા થઇ હતી.
પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલ - ઘોઘાવદર રોડ સરગમ પાર્કમાં રહેતા અને ભુણાવા ચોકડી પાસે મટનની દુકાન ધરાવતા અસલમભાઇ અવતરભાઇ કાદરી રાત્રીના દુકાન બંધ કરી તેના માતા, નાની અને ભાઇ સાથે રીક્ષા નં. જી.જે.-૦૩ એયુ ૩૧૭૬ માં ગોંડલ જતા હતા ત્યારે ભોજપરા ગામ પાસે પાછળથી આવેલ બ્લેક કલરની ફોર વ્હીલ કારે રીક્ષાને હડફેટે લેતા રીક્ષામાં બેઠેલા અસલમભાઇના માતા સાયદાબેન રીક્ષામાંથી ફંગોળાઇ જતા તેના ઉપર કારના વ્હીલ ફરી વળતા ગંભીર ઇજા સાથે પ્રથમ ગોંડલ ખાનગી હોસ્પીટલ બાદ વધુ સારવાર અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતાં.
આ અકસ્માતમાં અસલમભાઇ તેના ભાઇ તથા તેના નાનીને સામાન્ય ઇજા થઇ હતી. કાર ચાલક રીક્ષાને ઉલાળી નાસી છૂટયો હતો. બનાવો અંગે મૃતક સાયદાબેનના પુત્ર અસલમભાઇએ કાર ચાલક સામે ફરીયાદ કરતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
